સાસુ-સસરા કામચોર છો, તારા માં-બાપમાં સંસ્કાર નથી કહેતા: સસરાએ ન્યૂઝ પેપરમાં જાહેરાત આપી કે મારે પુત્ર સાથે કોઇ સંબંધ નથી
મહિલા બેંક કર્મચારીએ પતિ સહિત સાસરિયા સામે ફરિયાદ નોંધાવી
કાલાવડ રોડ પર કેકેવી ચોક પાસે શિવાલિક એપાર્ટમેન્ટમાં રહેતા મીરાબેન રોનકભાઈ ચાવડા (ઉ.વ.33)એ તેમના મારા પતિ રોનક,સાસુ સુધાબેન,સસરા રમેશભાઈ રામજીભાઈ ચાવડા,નંણદ હિરલબેન(રહે.મહેસાણા) અને મોટી નંણદ બીજલબેન(રહે.અમદાવાદ)નું નામ આપતા તેમની સામે ત્રાસ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે.મીરાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હુ એક્સીસ બેંકમા કેશીયર તરીકે નોકરી કરુ છુ.મારે મારા પતિ સાથે પ્રેમ સંબંધ થતા અમારા બન્નેના પરિવારની સંમતીથી મે મારા પતિ રોનક સાથે આશરે અઢી વર્ષ પહેલા તા.28/11/2022 ના રોજ મુજબ લગ્ન કર્યા છે અને લગ્ન બાદથી હુ મારા પતિ તથા સાસુ-સસરા સાથે રહુ છુ અને મારા લગ્નના થોડા સમય બાદ મારા પતિ તથા મારી બન્ને નણંદ અને સાસુ-સસરા પાંચેય મળી મારી સાથે નાની-નાની વાતમા ઝઘડો કરવાનુ શરૂૂ કરી દીધા હતા.
અને મારા સાસુ-સસરા કહેવા લાગેલ કે આ ઘરમા તમારા બ્રાહ્મણ જ્ઞાતિના પિયરના રીત-રીવાજ નહી ચાલે અને રોજે-રોજ ઘરકામની બાબતમા મારી સાથે ઝઘડો કરી તુ કામચોર છો કહી મારી સાથે ગેર-સભ્યતાથી વર્તન કરતા હોય અને તારા મા-બાપમાં સંસ્કાર નથી જેથી તારામા સંસ્કાર આવેલ નથી અને મારા માતા-પિતા ને ગાળો આપતા હોય અને તુ દહેજમા કઇ લાવી નથી જેથી મારા માતા પિતા પાસેથી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુ લાવવા દબાણ કરતા હોય અને મારા પિયરમાંથી કોઈ પણ મારી ઘરે આવે ત્યારે મારા પતિ તથા સાસુ-સસરા મારી સાથે ઝઘડો કરતા હોય અને મારા મમ્મી મારા ઘરે આવેલા ત્યારે મારા પતિ એ ઘરે આવવાની ના પાડી તમારે તમારી દિકરી ને મળવુ હોય તો બહાર મળી લેવુ અને હવે પછી આ ઘરમા ક્યારેય આવતા નહી અને ઘરખર્ચ માંગુ અથવા કરીયાણુ મંગાવુ તો ના પાડી દેતા હતા.
અને મને પોતાના પૈસાથી લાવવાનુ કહેતા અને મને નોકરી મળ્યા બાદ મારા પિત અને સાસુ સસરા મારી પાસે સતત પૈસાની માંગણી કરતા હતા અને ઘણીવાર મારા પિત નશો કરીને ઘરે આવતા અને નશો ક રવાની ના પાડતા મારી સાથે બોલાચાલી કરી અને ઢોર-માર મારી મારૂૂ ગળુ દબાવવાની કોશિષ કરી હતી. સાસુ-સસરા એ મારા સોના ના દાગીના તથા મારા ડોક્યુમેન્ટ પણ મારી ગેરહાજરીમા મારા કબાટમાંથી લઈ લીધેલા છે અને હુ જયારે એકલી ઘરે હો ય ત્યારે મારા સસરા મારી સાથે ખરાબ નજર રાખી અને અભદ્ર વર્તન કરતા હોય અને મારા પોતાના બેડરૂૂમની અંદર પ ણ સી.સી.ટી.ટી કેમેરા લગાડેલા છે અને આ મારા સસરાએ ન્યુઝ પેપેરમા આપેલ કે મારે મારા દિકરા રોનક સાથે કોઇ સંબંધ નથી અને ઘરમાથી બેદખલ કરેલ છે છતા મારા પતિ જયારે હુ ઘરે ના હોય ત્યારે મારી ઘરે આવે છે અને હુ જયારે ઘરે આવુ ત્યારે ઘરેથી નીકળી જાય છે અને મારી મોટી નંણદ બિજલબેન વિશાલભાઈ રાઠોડ તથા મારી નાની નંણદ હીરલબેન ભાવિનકુમાર ટાંક બન્ને ઘણીવાર ઘરે આવે ત્યારે મારા સાસુ-સસરા સાથે મળી ને મારી સાથે ઘરકામ બાબતે ઝઘડો કરાવે છે.આ મામલે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
