પીએસએલના સત્તાધીશોની કમબેકની જાહેરાત
બાંગ્લાદેશનો પેસ બોલર મુસ્તફિઝુર રહમાન આઠ વર્ષથી પાકિસ્તાન સુપર લીગ ટી-20 ટૂર્નામેન્ટમાં નહોતો રમ્યો, પરંતુ આ વખતે તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક)માંથી કાઢી મૂકવામાં આવ્યો એટલે તેણે ફરી પીએસએલમાં રમવાનું નક્કી કર્યું છે. છેલ્લે તે 2018ની સાલમાં પીએસએલમાં રમ્યો હતો. ખુદ પીએસએલના સત્તાધીશોએ પોતાની ઇવેન્ટમાં મુસ્તફિઝુર ના કમબેકની જાહેરાત કરી છે.
કોલકાત્તા નાઈટ રાઈડર્સએ તેને તાજેતરની હરાજીમાં 2.00 કરોડ રૂૂપિયાની મૂળ કિંમત સામે 9.20 કરોડ રૂૂપિયાના ઊંચા ભાવે ખરીદ્યો હતો. જોકે શાહરુખ ખાનની સહ-માલિકીવાળા આ ફ્રેન્ચાઇઝીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા હોવા છતાં મુસ્તફિઝુરને ખરીદ્યો એ સામે ભારતભરમાં પ્રચંડ વિરોધ શરૂૂ થયો હતો જેને પગલે કેકેઆરે પોતાના સ્કવોડમાંથી મુસ્તફિઝુરની હકાલપટ્ટી કરવી પડી છે. પાકિસ્તાનની પીએસએલ આ વખતની આઈપીએલના અરસામાં જ (માર્ચ-મે દરમ્યાન) રમાવાની છે. મુસ્તફિઝુર આઠ વર્ષ પહેલાં પીએસએલમાં લાહોર કલંદર્સ ટીમ વતી રમ્યો હતો.
