ભારતના નેતૃત્વવાળા સોલાર એલાયન્સનો પણ સમાવેશ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લેતા ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળના ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ઈંજઅ) સહિત 66 આંતરરાષ્ટ્રીય સંગઠનોમાંથી અમેરિકાનું નામ પાછું ખેંચી લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાતનો ઉલ્લેખ વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા પ્રેસિડેન્શિયલ મેમોરેન્ડમમાં કરવામાં આવ્યો છે, જેમાં 35 બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો અને 31 સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓમાંથી બહાર નીકળવાનો ઉલ્લેખ છે.
આ નિર્ણયની જાહેરાત કરતા, અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે, પ્રમુખ ટ્રમ્પે જાહેરાત કરી છે કે અમેરિકા 66 અમેરિકા-વિરોધી, નકામા અથવા ફિઝૂલખર્ચીવાળા આંતરરાષ્ટ્રીય સંગઠનોને છોડી રહ્યું છે. આ ઉપરાંત, અન્ય સંગઠનોની સમીક્ષા હજુ પણ ચાલુ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ પગલું પ્રમુખ ટ્રમ્પ દ્વારા અમેરિકનોને આપેલા એક મહત્વપૂર્ણ વચનને પૂર્ણ કરે છે. “અમે એ વૈશ્વિક અમલદારોને સબસિડી આપવાનું બંધ કરીશું, જે અમારા હિતોની વિરુદ્ધ કામ કરે છે.
ટ્રમ્પ પ્રશાસન હંમેશા અમેરિકા અને અમેરિકનોને સૌથી પહેલા રાખશે.” આ નિર્ણય હેઠળ અમેરિકા જે મુખ્ય સંગઠનોમાંથી બહાર નીકળી રહ્યું છે તેમાં બિન-સંયુક્ત રાષ્ટ્ર સંગઠનો: ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળનું ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA), ઇન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચર (IUCN) અને ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (IPCC) જેવા મુખ્ય પર્યાવરણીય સંગઠનો.
ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ, ઇન્ટરનેશનલ લો કમિશન, ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર, પીસ બિલ્ડિંગ કમિશન, યુએન એનર્જી, યુએન પોપ્યુલેશન ફંડ અને યુએન વોટર જેવી યુએનની સંસ્થાઓમાંથી પણ બહાર નીકળી જશે.
