રાજકોટના યુવકને છોડી મુસ્લીમ યુવાન સાથે રહેતી યુવતીની હત્યા

  પ્રેમીના પુત્રએ મળવા બોલાવી યુવતીને વેરી તળાવમાં ધક્કો મારી ફેંકી દીધી   ગોંડલના વેરી તળાવના વાલ્વમાથી 4 દિવસ પુર્વે યુવતીની મળેલી લાશ મામલે તપાસ…

 

પ્રેમીના પુત્રએ મળવા બોલાવી યુવતીને વેરી તળાવમાં ધક્કો મારી ફેંકી દીધી

 

ગોંડલના વેરી તળાવના વાલ્વમાથી 4 દિવસ પુર્વે યુવતીની મળેલી લાશ મામલે તપાસ કરતા આ બનાવ હત્યાનો હોવાનુ ખુલ્યુ છે.

મુળ બગસરાની યુવતીના રાજકોટના ભગવતીપરાના યુવક સાથે લગ્ન થયા બાદ તેની સાથે મનમેળ નહી આવતા તેને છોડી યુવતીએ એક મુસ્લીમ યુવાન સાથે ઘર માંડયુ હોય જે બાબતની જાણ યુવકના પુત્રને થતા યુવકના સગીર વયના પુત્રએ ગોંડલના વેરી તળાવ પાસે મળવા બોલાવી પિતાની પ્રેમીકાને નદીમા ધકકો મારી તેની હત્યા કરી નાખી હતી. ગોંડલ પોલીસ અને ગ્રામ્ય એલસીબીએ આ બનાવનો ભેદ ઉકેલી કાયદાના સંઘર્ષમા આવેલા બાળ કિશોરની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ ગોંડલના વેરી તળાવમા ગત તા 30 જાન્યુઆરીના રોજ એક યુવતીની લાશ મળી હતી આશરે 30 વર્ષની યુવતીનો પાઇપલાઇનમા વાલ્વમા માથુ ફસાયેલી હાલતમા કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો આ મામલે પ્રથમ આકસ્મીક મોતનો ગુનો નોેંધાયા બાદ પોલીસે તપાસ કરતા આ બનાવ શંકાસ્પદ હોય મૃતક અંગેની તપાસમા જાણવા મળ્યુ કે મરણ જનાર દિપાબેન જેન્તીભાઇ સોલંકી કે જેના આઠેક વર્ષ પુર્વે રાજકોટના ભગવતીપરામા રહેતા જગદીશ સોલંકી સાથે લગ્ન થયા હતા.

ત્યારબાદ બંને વચ્ચે મનમેળ નહી આવતા છેલ્લા એક વર્ષથી દિપાબેન હબીબશા હુશેનશા શાહમદાર સાથે તેની પત્ની તરીકે રહેતી હતી હબીબની પત્ની રૂખશાના સાથે બનતુ ન હોય તે પંદર વર્ષથી અલગ રહેતો હોય દિપા અને હબીબ વચ્ચે પ્રેમસબંધ બંધાયો હતો આ અંગેની જાણ હબીબશાના સગીર વયના પુત્રને થતા બંને વચ્ચેના આ સબંધો નહી ગમતા હબીબના સગીર વયના પુત્રએ દિપાને મળવા બોલાવી પોતાના એકટીવા મોટર સાયકલ પર બેસાડી ગોંડલ વેરી તળાવ ખાતે લઇ જઇ ઝઘડો કરી તેને પાટુ મારી પાણીમા ફેકી દીધી હતી જેમા દિપા સોલંકીનુ મોત થયુ હતુ.

આ બનાવનો ભેદ ઉકેલવામા જીલ્લા પોલીસવડા હિમકર સિંહની સુચનાથી એલસીબીના પીઆઇ વી. બી. ઓડેદરા તથા પીએસઆઇ એચ. સી. ગોહીલ અને સ્ટાફના બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, ધર્મેશભાઇ, ઘનશ્યામસિંહ, ભાવેશભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *