વેરાવળના વાવડી (આદ્રી) ગામે હત્યા કરનાર આરોપીની ધરપકડ

કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસની તજવીજ ગઇ કાલ તા.06/09/2025 ના રોજ ફરીયાદી-દિપકભાઇ સીદીભાઇ મેવાડા ઉ.વ.47 ધંધો.ટ્રક ડ્રાઇવર રહે.વાવડી શિવ ભવાની પાન પાર્લરની બાજુમા તા.વેરાવળ…

કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા પોલીસની તજવીજ

ગઇ કાલ તા.06/09/2025 ના રોજ ફરીયાદી-દિપકભાઇ સીદીભાઇ મેવાડા ઉ.વ.47 ધંધો.ટ્રક ડ્રાઇવર રહે.વાવડી શિવ ભવાની પાન પાર્લરની બાજુમા તા.વેરાવળ વાળાના આખા મેવાડા કુંટુંબનાં નામથી આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ જગાભાઇ સોલંકી રહે.વાવડી વાળાએ મોબાઇલ ફોનમાં વીડીયો બનાવી સોશીયલ મીડીયામાં મુકી બદનામ કરતો હોય જેથી તા.06/09/2025 ના કલાક 11/45 વાગ્યાની આસપાસ વાવડી ગામ ભગીરથ પાન સેન્ટર નામની દુકાને તેને બોલાવી ઠપકો આપતા આરોપીએ મારી નાંખવાનાં ઇરાદે છરી વડે હુમલો કરી ફરીયાદીને તથા ફરીયાદીના કાકાનાં દિકરા ભાઇ રાજાભાઇ તથા રાણાભાઇ તથા ભત્રીજા પ્રવિણભાઇને શરીરે આડેધડ છરીનાં ઘા મારી ગંભીર ઇજાઓ કરી ભુંડી ગાળો કાઢી મારી નાંખવાની ધમકી આપી ફરીયાદીના કાકાનાં દિકરા રાણાભાઇ ભીખાભાઇ મેવાડાનું મોત નિપજાવી નાશી ગયેલ જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ચૌહાણ ના માર્ગદર્શન મુજબ પ્રભાસ પાટણ સર્વેલન્સ સ્કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી, સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનિકલ રીસોર્સ તેમજ હ્યુમન રીસોર્સથી માહીતી એકત્ર કરી અલગ અલગ દીશાઓમાં તપાસ કરી આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ જગાભાઇ સોલંકી ઉ.વ.28 ધંધો.ખેતી રહે.વેરાવળ તાલુકાનાં વાવડી (આદ્રી) ગામના વાડિ વિસ્તારથી ચમોડા તરફ જતા રસ્તા ઉપરથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *