ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે જેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ કર્યું હતુ,જેમણે ભારતનું રાષ્ટ્રીય સુત્ર “જય હિન્દ” આપેલ છે અને નેતાજીના હુલામણા નામથી ઓળખાય છે તેવા સુભાષચંદ્ર બોઝની 128-મી જન્મજયંતિ નિમિતે આજ તા.23/01/2025ના રોજ પારેવડી ચોક ખાતે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, પદાધિકારીઓ તથા હોદેદારો દ્વારા મસ્તક નમનઅને પ્રણામ કરવામાં આવ્યું હતું.
આ પુષ્પાંજલી કાર્યક્રમમા ંરાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, વિધાનસભા-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, એસ્ટેટ સમિતિ ચેરમેન મગનભાઈ સોરઠીયા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, રોશની સમિતિ ચેરમેન કાળુભાઈ કુગશિયા, કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા, દુર્ગાબા જાડેજા, મંજુબેન કુગશિયા, અલ્પાબેન દવે, વોર્ડ નં.4ના વોર્ડ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, અન્ય હોદેદારો તથા રાજકોટ મહાનગરપાલિકાનાસાંકૃતિક વિભાગના મેનેજર કૌશિક ઉનાવા, નાયબ પર્યાવરણ ઈજનેર વિરલ ચાવડા અને સાંસ્કૃતિક વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
