પ્લોટ વેચવાના મનપાના ઓરતા અધુરા રહ્યા, ફાઇલ અભેરાઇ પર

તા.21 અને 27ના રોજ 7 પ્લોટની હરાજી ગોઠવેલ, અમીન માર્ગના એક પ્લોટની હરાજી થઇ, બાકીના પ્લોટ માટે કોઇ ખરીદદાર ન મળ્યું મહાનગરપાલિકા દ્વારા તીજોરી ભરવા…

તા.21 અને 27ના રોજ 7 પ્લોટની હરાજી ગોઠવેલ, અમીન માર્ગના એક પ્લોટની હરાજી થઇ, બાકીના પ્લોટ માટે કોઇ ખરીદદાર ન મળ્યું

મહાનગરપાલિકા દ્વારા તીજોરી ભરવા માટે અલગ અલગ વિસ્તારમાં આવેલ સાત પ્લોટનુ વેંચાણ કરી 360 કરોડની આવત ઉભી કરવા ટ્રેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. પ્લોટની ઓનલાઇ હરાજી કરવાની હોય પ્રથમ તમામ પ્લોટની અપસેટ પ્રાઇઝ નક્કી કરેલ તા.21 અને તા.27ના રોજ તબકકાવાર પ્લોટની હરાજીનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ જે પૈકી તા.21ના રોજ 150 ફૂટ રીંગરોડ અર્મીન માર્ગ કોર્નરના પ્લોટની હરાજી સંપન્ન થતા 106 કરોડની આવક થઇ હતી. ત્યારબાદ બાકી રહેલ 6 પ્લોટની ખરીદી માટે કોઇ ખરીદનારે ટેન્ડરમાં રસ ન લેતા હવે પ્લોટ વેંચાણની ફાઇલ હાલ પુરતી અભેરાય પર ચડાવી દીધી હોવાનુ જાણવા મળેલ છે.

મનપાના ટાઉનપ્લાનિંગ વિભાગના સુત્રોમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ 360 કરોડના 7 પ્લોટની વેંચાણ પ્રક્રિયા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ તા.21 અને 27 જાન્યુઆરીના રોજ ઓનલાઇન હરાજીનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ જે પૈકી અમીન માર્ગના કોર્નર ઉપર આવેલ સોનાની લગડી જેવા પ્લોટ માટે ચાર આસામીઓએ ઓનલાઇન હરાજીમાં ભાગ લીધેલ રૂા.2 લાખ પ્રતિચોરસ મીટર અપસેટ પ્રાઇજ સામે હરાજી દરમિયાન રૂા.2.27 લાખની બોલી ખરીદદાર દ્વારા લગાવી રૂા.106 કરોડમાં પ્લોટ ખરીદ્યો હતો.

ત્યારબાદ બાકી રહેલ 6 પ્લોટની હરાજી થકી 254 કરોડની આવક કરવાની તૈયારી શરૂ કરેલ પરંતુ બીજા તબક્કામાં યોજાનાર બાકી રહેલા 4 પ્લોટ માટે કોઇ ખરીદારે ટેન્ડરમાં ભાગ ન લેતા હાલ પરંતુ પ્લોટની વેંચાણ પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે અને નવી સૂચના મળ્યા બાદ ફરી વખત ટેન્ડર સહિતની કાર્યવાહી શરૂ કરાશે તેમ જાણવા મળેલ છે.

મનપા દ્વારા તા.21ના રોજ અમીન માર્ગના કોર્નર ઉપર આવેલ પ્લોટનુ વેચાણ અપસેટ પ્રાઇઝ કરતા વધુ રકમમાં કર્યુ છે અને આગામી દિવસોમાં રૈયા મેઇન રોડ પર સાવન સીગનેટ એપાર્ટમેન્ટની બાજુનો પ્લોટ તથા મહાત્મા ગાંધી ટાઉનશીપની બાજુમાં આવેલ પ્લોટ તથા એમસીજી હોસ્પિટલ રોડ પર આવેલ પ્લોટ તથા પંચવતી સોસાયટીમાં આવેલ પ્લોટ તથા પૂનમ હોલ મોરબી રોડ પર આવેલ પ્લોટ અને ભકિત પાર્ક સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલ પ્લોટ સહિત 6 પ્લોટનુ વેંચાણ કરવામાં આવશે. જેની કુલ અપસેટ પ્રાઇઝ 254 કરોડ રાખવામાં આવી છે અને 2 તબક્કામાં ઓનલાઇન હરાજીનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ જેમાં પ્રથમ તબક્કાના ત્રણ પ્લોટ પૈકી ફકત અર્મીનમાર્ગના પ્લોટ માટે ખરીદારોએ ટેન્ડરમાં ભાગ લીધેલ અને હવે પ્રથમ તબક્કાના ત્રણ પ્લોટ તથા બીજા તબક્કાના ત્રણ સહિત 6 પ્લોટની હરાજી બાકી છે. જે હવે થઇ શકે તેમ નથી ટેન્ડરમાં કોઇ પાર્ટીએ રસ ન લેતા હાલ તમામ પ્રક્રિયા સ્થગીત કર્યાનું જાણવા મળેલ છે.

કાનૂની ગૂંચવાણે પણ ભાગ ભજવ્યો
મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં આવેલ 7 પ્લોટની જાહેર હરાજી કરવાનું આયોજન થયેલ જે પૈકી અમીન માર્ગ કોર્નરના પ્લોટની હરાજી સંપન્ન થઇ ગય છે. બાકી રહેલા 6 પ્લોટ માટે કોઇ પાર્ટીએ ટેન્ડરમાં ભાગ ન લીધો હોવાનુ જાણવા મળેલ છે અને સાથોસાથ 7 પ્લોટની હરાજીની જાહેરાત થતા 3 પ્લોટ માટે ખેડૂત ખાતેદાર દ્વારા કોર્ટના દ્વાર ખખડાવી આ પ્લોટની જાહેર હરજી રોકવામાં આવી હોવાનું જાહેર થયું છે. ત્યારે ખરીદદારની સાથોસાથ પ્લોટની હરાજીમાં કાનુની ગુંચવણે પણ ભાગ ભજવ્યો હોવાનુ ચર્ચા રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *