મનપાના દબાણ હટાવ શાખાએ પખવાડિયામાં રૂા.3.19 લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો

44 રેંકડી, કેબિન અને 1100 બોર્ડ-બેનરો જપ્ત કર્યા રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 16/01/2026 થી31/01/2026 દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ…

44 રેંકડી, કેબિન અને 1100 બોર્ડ-બેનરો જપ્ત કર્યા

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ. 16/01/2026 થી31/01/2026 દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.

ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી, કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 44 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી.

ધરાર માર્કેટ,સંતકબિર રોડ, પેડક રોડ,કોઠારીયા રોડ,મવડી મેઈન રોડ,સાધુવાસવાણી રોડ,150 રિંગ રોડ,રૈયા ધાર રોડ,રામાપીર ચોકડી,કાલાવડ રોડ,જ્યુબેલી,જંક્શન રોડ,ઢેબર રોડ,પરા બજાર,ગુંદાવાડી,પરા બજાર,ગાયત્રીનગર મેઈન રોડ,યાજ્ઞિક રોડ,રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદીજુદી અન્ય 536 પરચુરણ ચીજ વસ્તુઓ અને 654 કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.

કોઠારીયા રોડ, સંતકબીર રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,પુષ્કરધામ મેઈન રોડ,,યુનિ.રોડ,નાણાવટી ચોક,રૈયા રોડ, મવડી વિસ્તાર, સ્વામીનારાયાણ ચોક,ઢેબર રોડ,સોરઠીયાવાડી પાસે થી રૂૂ.73,550/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે.

80ફુટ રોડ,પારેવડી ચોક ,સંતકબીર રોડ,ધરાર માર્કેટ,કોઠારીયા રોડ,મોરબી રોડ,ભાવનગર રોડ,કુવાડવા રોડ80ફુટ રોડ,અર્ટિકા ફાટક,જામનગર રોડ,ટાગોર રોડ,આનંદબંગલા ચોક,મવડી મેઈન રોડ,આહિર ચોક પરથી રૂૂ.2,45,000/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

સેટેલાઈટ ચોક,કોઠારીયા રોડ,મોરબી રોડ,પેડક રોડ,ભાવનગર રોડ,ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ,રેશકોર્ષ રિંગ રોડ,જામનગર રોડ,બંજરવાડી સર્કલ પાસે,મહીલા અંડરબ્રિજ,કાલાવડ રોડ,મવડી મેઈન રોડ,ગોંડલ ચોકડી,પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધીથી 1100 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *