મનપાની પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ, આજે 78 વેપારીઓ ઝડપાયા

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હત. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કાર્યવાહી બંધ થઇ…

શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે મનપાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી હત. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ કાર્યવાહી બંધ થઇ જતા વેપારી બેફામ બની ગયા હતા અને ફરિયાદો ઉઠતા ફરી વખત તંત્રએ કડક ઝુંબેશ શરૂ કરી આજ રોજ 78 વેપારીઓાને પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા પકડી રૂા. 20,350નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેની સામે પ્રતિબંધિત પ્લાસ્ટિક એક પણ દુકાનેથી મળ્યું ન હોય આશ્ર્ચય થયું છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 25/08/2025 થી 28/08/2025 એમ કુલ 04 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી.

જેમાં તા. 25/08/2025 થી 28/08/2025 એમ કુલ 04 દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ 78 આસામીઓ પાસેથી રૂૂ 20350/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્પેા નાકટર/ સેનેટરી સબ ઇન્પેસ્કટર દ્રારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *