મનપાનું જન્મ-મરણ વિભાગ ગોટાળે ચઢયું : ત્રણેય પોર્ટલમાં ડખ્ખા

મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 15 દિવસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા…

મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા 15 દિવસથી આંધાધુંધી સર્જાઇ છે જેનુ મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી 2020 પછીની એન્ટ્રી થઇ શકતી હોય 2020 પહેલાના તમામ ડેટાઓ રાજ્ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી હવે કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર 2025 પછીના તથા રાજ્ય સરકારના પોર્ટલ ઉપર 2020 પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા છે.

જન્મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી.

ત્યારે કેન્દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા. તા.1-9-25થી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ 2020 પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં 15 દિવસથી જન્મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો. આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્ય સરકારે શરૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ હવે ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે.

બે-બે દિવસ થનાર જન્મ-મરણ વિભાગની કામગીરી

મનપાના જન્મ-મરણ વિભાગ દ્વારા મનપાના તથા રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકાર સહિત ત્રણેય પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી બે-બે દિવસના વારા કાઢવામાં આવ્યા છે. જેમાં બુધ અને ગુરુવારના રોજ 2020થી 2025 સુધીના ડેટા બેઇઝનું કામ તથા સોમ અને મંગળના રોજ 2020 પહેલાના તમામ ડેટાઓનું કામ અને શુક્ર અને શનિવારના રોજ કેન્દ્ર સરકારના પોર્ટલ પર 2025 એટલે કે હાલના તમામ જન્મ-મરણની નોંધણીના કામ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *