જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ની ઓફિસના સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને અવેજી સફાઈ કામદાર મંગળવારે મોડી સાંજે જામનગર એસીબીના હાથે રૂૂપિયા 22,500 ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા છે. એક મહિલા કર્મચારીની હાજરી પૂરવા માટે અને જરૂૂરી સગવડતા કરી આપવા માટે તેમના પૌત્ર પાસે લાંચની માંગણી કરતાં જામનગરની એ.સી.બી.ની ટીમે સફળ ટ્રેપ ગોઠવી બન્ને ને રંગે હાથ ઝડપી લીધા હતા.
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9 ની ઓફિસમાં સેનીટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પ્રકાશ મકવાણા કે જેણે પોતાના એક મહિલા કર્મચારી ની હાજરી પૂરવા અને જરૂૂરી સગવડતા પુરી પાડવા માટે પોતાના અવેજી કામદાર વતી તેમના પૌત્ર પાસે રૂૂપિયા 22,000 ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ આપવી ન હોવાથી મહિલા કર્મચારીના પૌત્ર એ જામનગર એસીબી નો સંપર્ક સાધ્યો હતો, અને મંગળવારે મોડી સાંજે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું, જે દરમિયાન સેનેટરી સબ ઇન્સ્પેક્ટર પ્રકાશ મકવાણા અને અવેજી સફાઈ કર્મચારી રવજી મગનભાઈ પરમાર રૂૂપિયા 22,500 ની લાંચની રકમ સ્વીકારતાં જામનગર એસીબી ની ટીમના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જે બન્નેની અટકાયત કરી લઈ એસીબી શાખા ની કચેરીએ લઈ જવામાં આવ્યા છે, અને તેઓની સામે લાંચ રૂૂશ્વત ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ એસીબીની ટ્રેપને લઈને જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે દોડધામ મચી ગઈ હતી.