મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે પરાબજારમાં સ્વામીનારાયણ કોમ્પલેક્ષની સાત તેમજ લોહાણાપરામાં રઘુનાથજી આર્કેડની ચાર સહિત વધુ 14 મિલ્કતો સીલ કરી એક નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા. 33.62 લાખની વેરાવસુલાત કરી હતી.
મહાનગરપાલિકા દ્વારા આજે મોચીનગમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.20 લાખનો ચેક આપેલ, સ્વપના સિધ્ધી પાર્કમાં આવેલ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.77,620, ક્રુષ્ણપરામાં આવેલ શેરી નં-1માં 1-યુનિટને સીલ મારેલ, ક્રુષ્ણપરામાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.3.07 લાખ નો ચેક આપેલ, પરા બજારમાં આવેલ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-13 ને સીલ મારેલ, પરા બજારમાં આવેલ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર શોપ નં-323 ને સીલ મારેલ, પરા બજારમાં આવેલ સ્વામીનારાયણ કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર શોપ નં-325 ને સીલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ ફર્સ્ટ ફ્લોર શોપ નં-201 ને સીલ મારેલ, લોહાણાપરા મેઇન રોડ પર આવેલ ‘રઘુનાથજી આર્કેડ ફર્સ્ટ ફ્લોર શોપ નં-204 ને સીલ મારેલ હતું.
મનપા દ્વારા પેડક રોડ પર આવેલ 2-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.65 લાખ નો ચેક આપેલ, પેડ્ક રોડ પર આવેલ રિધ્ધિ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-10 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.57,110, કીશનપરમાં આવેલ શેરી નં-4 માં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.36 લાખનો ચેક આપેલ, લોહાનાનગરમાં આવેલ શેરી નં-2 માં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.2.84 લાખનો ચેક આપેલ, કડિયાનવી લાઇનમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.11 લાખ, કંસારા બજાર મેઇન રોડ પર આવેલ સદગુરુ કોમ્પ્લેક્સ સેક્ધડ ફ્લોર-2 ને સીલ મારેલ, આનંદ બંગલોઝ ચોકમાં 1-યુનિટને સીલ મારેલ, નવલનગરમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.93,500/-નો ચેક આપેલ, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરશ્રીઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.