ગાંધી જયંતિ નિમિત્તે બંધ કતલખાનાના તાળા ખોલવા ગયેલા મનપાના સફાઇ કર્મી ઉપર હુમલો

શહેરમાં ભીલવાસ નજીક આવેલા કતલખાના પાસે રાતે માથાકુટ થઇ ગઇ હતી. જેમાં આરએમસીના સફાઇ કામદાર પર કેટલાક શખ્સોએ હુમલો કરી લાફા, ધૂંબા-પાટાનો માર મારતાં સારવાર…

શહેરમાં ભીલવાસ નજીક આવેલા કતલખાના પાસે રાતે માથાકુટ થઇ ગઇ હતી. જેમાં આરએમસીના સફાઇ કામદાર પર કેટલાક શખ્સોએ હુમલો કરી લાફા, ધૂંબા-પાટાનો માર મારતાં સારવાર માટે દાખલ થયા છે. બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ જતાં વાતાવરણ ગરમ થઇ ગયું હતું. નિયમ મુજબ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિએ કતલખાના બંધ રાખવાના હોઇ રાતે અગીયારેક વાગ્યે સફાઈ કામદાર તાળા ખોલવાની પોતાની ફરજ બજાવવા ગયા ત્યારે કેટલાક શખ્સો ખોટુ કરતાં હોય તેવુ લાગતાં તેને ટપારતાં હુમલો થયો હતો.

જાણવા મળ્યા મુજબ ભીલવાસ નજીક ઠક્કરબાપા હરિજનવાસ-3માં રહેતાં કરસનભાઈ લાલજીભાઇ ગોહેલ (ઉ.વ.45) નામના મ્યુ. કોર્પોરેશનના સફાઇ કામદાર રાતે અગીયારેક વાગ્યે ભીલવાસ રોડ પર પર આ આવેલા કતલખાના પાસે હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ બેફામ માર મારતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. કરસનભાઈ પર હુમલો થયાની જાણ થતાં તેમના સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતાં. સામેના પક્ષે પણ લોકો ભેગા થઈ જતાં વાતાવરણ તંગ થઈશદયક્ષય ગયું હતું. કરસનભાઈના સમાજના લોકો પોલીસ સ્ટેશને દોડી ગયા હતાં અને રજૂઆત કરી હતી. પોલીસ પણ પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો.

દરમિયાન કરસનભાઈ ગોહેલે જણાવ્યું હતું કે હું મ્યુ. કોર્પોરેશનના વોર્ડ નં. 7માં સફાઇ કામદાર છું. અમારા વિસ્તારમાં આવેલા કતલખાનાને બીજી ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે બંધ રાખવાનું હોઇ તેને આગલી રાતે તાળા માર્યા હતાં. આ પછી રાતે અગીયારેક વાગ્યે હું ફરજના ભાગ રૂૂપે તાળા ખોલવા ગયો હતો. ત્યારે ત્યાં આસપાસ કેટલાક શખ્સો ખોટુ કરતાં હોઇ મેં તેમને આ તમારે ન કરવું જોઈએ, આજે બધુ બંધ રાખવાનું હોય તેમ સમજાવતાં ઉશ્કેરાઇ ગયા હતાં અને મેને મોઢા માથામાં લાફા ધૂંબા માર્યા હતાં. કરસનભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના છે અને સંતાનમાં એક દિકરો તથા ત્રણ દિકરી છે. તેમના કહેવા મુજબ તેમણે આ હકિકત અનુસાર પોલીસને નિવેદન આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *