2.80 લાખ મિલકતધારકોએ લાભ લીધો, 5 દિવસ બાદ ડીસ્કાઉન્ટ 5% ઘટી જશે
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વર્ષ 2026-27 મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે 7 એપ્રિલથી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત ચાલુ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ 2025-26 ની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં સેન્ટ્રલ ઝોન દ્વારા ગત વર્ષની 56.49 કરોડ ની સામે આ વર્ષે 58.91 કરોડની, વેસ્ટ ઝોન દ્વારા ગત વર્ષની 83.73 કરોડ ની સામે આ વર્ષે 87.20 કરોડની, ઈસ્ટ ઝોન દ્વારા ગત વર્ષની 37.19 કરોડ ની સામે આ વર્ષે 38.10 કરોડની વસુલાત થયેલ છે આમ ગત નાણાકીય વર્ષે કુલ 177.42 ની સામે આ વર્ષે કુલ 6.74 કરોડના વધારા સાથે કુલ રૂૂ.184.16 કરોડની વસુલાત કરી છે તથા ગત નાણાકીય વર્ષ દરમિયાન 2,71,697 કરદાતાઓની સામે આ વર્ષે 9,219 કરદાતાઓના વધારા સાથે કુલ 2,80,916 કરદાતાઓએ વળતર યોજનાનો લાભ લીધો છે.
વળતર યોજના હેઠળ 31 મે સુધી સામાન્ય કરદાતાઓને 10% ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે 15% ડિસ્કાઉન્ટ નું પ્રદાન કરવામાં આવે છે.ત્યાબાદ 1 જુન 2026 થી 30 જુન 2026 સુધી મહિલાઓ માટે 10% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. 28 મે ગુરૂૂવારના રોજ બકરી ઈદની જાહેર રજા તથા 1 મેના રોજ રવિવારની રજા હોય,આ રજાના દિવસો દરમિયાન સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે વસુલાત બંધ રહેશે પરંતુ કરદાતાઓ ઓનલાઇન મિલકત વેરો ભરી શકશે. મિલકતવેરામાં 10%ના વળતરની યોજના 331 મેના રોજ પુરી થનાર હોવાથી તમામ મિલકતધારકોને યોજનાનો લાભ લેવા અપીલ કરાઇ છે.
