‘બ્લિન્કીટ’ના ગોડાઉનમાં સતત બીજા દિવસે મનપાનો દરોડો

ઓનલાઇન શોપિંગ પર આંખ મીંચીને અને આંધળો વિશ્વાસ મૂકીને ઓર્ડર કરવો ક્યારેક કેટલો જોખમી અને આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે, તેનો વધુ એક…

ઓનલાઇન શોપિંગ પર આંખ મીંચીને અને આંધળો વિશ્વાસ મૂકીને ઓર્ડર કરવો ક્યારેક કેટલો જોખમી અને આરોગ્ય માટે હાનીકારક સાબિત થઈ શકે છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. ગઇકાલે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ’બ્લિંકિટ’ના ગોડાઉનમાંથી વાસી શાકભાજી અને ફ્રૂટનો જંગી જથ્થો પકડાયો હતો, બાદમાં આજે બીજા દિવસે પણ ગોડાઉનમાં મનપાએ ચેકીંગ કર્યુ હતુ. શાકભાજી-ફ્રુટ ઉપરાત અન્ય ખાદ્ય સામગ્રીનું પેકેજીંગ અને તેની ગુણવતાની ચકાસણી કરવામા આવી હતી.

ગોડાઉનમાં રહેલા શાકભાજી અને ફ્રૂટ ઉપરાંત તમામ પ્રકારની અન્ય પેક્ડ ખાદ્ય સામગ્રીની સઘન તપાસ કરી હતી. આ ચેકિંગ દરમિયાન ખાદ્ય સામગ્રીના પેકિંગ પર દર્શાવવામાં આવેલી મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી તારીખ, પેકેજિંગની સ્થિતિ તેમજ ખોરાકની એકંદર ગુણવત્તાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. ગઈકાલે મહાનગર પાલિકાની કાર્યવાહીથી મચેલા હડકંપ અને ભાંડાફોડ બાદ બ્લિંકિટ સંચાલકોને યોગ્ય સબક મળ્યો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. આજની તપાસ દરમિયાન ગોડાઉનમાંથી કોઈ પણ પ્રકારની વાંધાજનક, વાસી કે ગુણવત્તા વગરની ખાદ્ય સામગ્રી મળી આવી ન હતી.

ખાદ્ય સામગ્રીનું ઓનલાઇન વેંચાણ કરતી કંપનીઓ દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે થતા ગુનાહિત ચેડા સામે મનપાએ લાલ આંખ કરી છે. બ્લન્કીંટની જેમ અન્ય આવી કંપનીઓના ગોડાઉનમાં પણ દરોડા પાડવામા આવશે તેમ ફૂડ શાખાના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *