મનપા દ્વારા 16 સફાઈ કામદારના વારસદારને નિમણૂક પત્ર એનાયત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.19/01/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ 16(સોળ) સફાઈ કામદારના વારસદારને સફાઈ સહાયક તરીકે નિમણૂંકપત્ર…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.19/01/2026ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ 16(સોળ) સફાઈ કામદારના વારસદારને સફાઈ સહાયક તરીકે નિમણૂંકપત્ર મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયાના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતાં.

આ અવસરે ઉપસ્થિત પદાધિકારીએ સૌપ્રથમ નિમણુંક પામતા સફાઈ કામદારને શુભેચ્છા પાઠવી પ્રામાણિકતાથી અને શિસ્તબધ્ધ રીતે ફરજ નિભાવવા તેમજ શહેરની સ્વચ્છતા માટે તમારું ખુબ મોટું યોગદાન હોય છે તેવું જણાવેલ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારને વખતોવખત તેઓની કામગીરી બદલ બેસ્ટ સફાઈ કામદાર એવોર્ડ પણ આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકામાં વારસદાર સફાઈ સહાયક તરીકે રાજેશભાઈ કાનજીભાઈ સોલંકી, ગંગાબેન ભકાભાઈ સોંદરવા, મહેશભાઈ રઘુભાઈ લઢેર, ગોહેલ દક્ષાબેન હેમંતભાઈ, આશાબેન અશોકભાઈ ગૌરી, રાઠોડ વિવેક બીપીનભાઈ, સીમાબેન સુનીલભાઈ રાઠોડ, વાઘેલા ઉમેશ હસમુખભાઈ, શની જમનભાઈ રાઠોડ, મોહિત રતિલાલ બેરડીયા, અમિત મીઠાભાઈ પરમાર, કોમલબેન મહેશભાઈ નારોલા, બળદેવ કનુભાઈ પરમાર, રાઠોડ મિલનભાઈ હિતેશભાઈ, વાઘેલા વિશાલ ગોવિંદભાઈ, ધવલ નીતિનભાઈ મકવાણા નિમણૂંક પામ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *