તહેવારમાં મંડપ નાખીને પેટિયુ રળતા વેપારીઓ પાસેથી મનપાએ ખંખેર્યો 13.59 લાખનો દંડ

દીવાળીના પવિત્ર અને તહેવારોના દિવસોમાં જ્યારે સામાન્ય પ્રજા પોતાના પરિવાર સાથે ખુશીઓ મનાવી રહી છે, ત્યારે બીજી તરફ રોજીરોટી કમાવવા માટે નિકળેલા નાના અને શ્રમિક…

દીવાળીના પવિત્ર અને તહેવારોના દિવસોમાં જ્યારે સામાન્ય પ્રજા પોતાના પરિવાર સાથે ખુશીઓ મનાવી રહી છે, ત્યારે બીજી તરફ રોજીરોટી કમાવવા માટે નિકળેલા નાના અને શ્રમિક વર્ગના વેપારીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની લાલ આંખ મુશ્કેલીરૂૂપ સાબિત થઈ રહી છે. રાજકોટ શહેરમાં દીવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દુકાનોની આગળ તથા કોમ્પ્લેક્સના માર્જિનની જગ્યામાં મંડપ, કમાન અને છાજલીઓ ઊભી કરીને ફટાકડા, તોરણ, દીવા અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરી પેટિયું રળતા નાના વેપારીઓ અને ફેરીવાળાઓ ઉપર મનપાનું તંત્ર તૂટી પડ્યું છે. આવા નાના ધંધાર્થીઓ પાસેથી મનપાએ રૂૂ.8 લાખનો દંડ વસુલી લીધો છે.

તહેવારોના સમયમાં થોડીઘણી કમાણી થઈ જાય તેવી આશાએ બેઠેલા આ નાના ધંધાર્થીઓ સામે મનપાના દબાણ હટાવ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મંડપ અને શેડ નાખીને વેપાર કરતા સંખ્યાબંધ નાના ધંધાર્થીઓ પાસેથી મનપાએ દંડના રૂૂપમાં કુલ 8 લાખથી વધુની તોતિંગ રકમ વસૂલ કરી છે. તંત્રની આ અચાનક અને આક્રમક કાર્યવાહીના કારણે નાના વેપારીઓમાં ભારે રોષ અને કચવાટ ફેલાયો છે.

સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં એવો સૂર ઉઠ્યો છે કે, વર્ષભરમાં માત્ર દીવાળી જેવા ગણતરીના દિવસોમાં જ આ નાના વેપારીઓ પોતાનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આર્થિક રીતે નબળા અને પાયાના સ્તરે વેપાર કરતા આવા નાના ધંધાર્થીઓના પેટ પર પાટુ મારવામાં આવી રહ્યુ છે. છેલ્લા એક સપ્તાહમાં સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર , ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ પાસેથી રસ્તા પર નડતર રૂૂપ 53 રેકડી/કેબીન જપ્ત કરવામાં આવી હતી. મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબરરોડ, પરાબજાર, ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ, ધરાર માર્કેટ, સંતકબિરરોડ, પેડક રોડ, કોઠારીયા રોડ પાસેથી જુદી-જુદી અન્ય 371 પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવેલ.

મવડી મેઈન રોડ, પુષ્કરધામ મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, 150 રિંગ રોડ, રૈયાધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડરોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર, ગુંદાવાડી , ધરાર માર્કેટ, પેડક રોડ, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ, કોઠારીયા રોડ રણુજા મંદિર પાસેથી 3532 કિલો શાકભાજી/ફળ/ફુલ જપ્ત કરવામાં આવેલ.
પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ,નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી રોડ, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી , કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ પાસે થી રૂૂ.7,98,965/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક , 80ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ પરથી રૂૂ.5,60,041/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા, સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ,ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ, 80ફુટ રોડ, કોઠારીયા સોલવન્ટ પરથી 1807 બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *