ધનતેરસના દિવસે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ચાંદીમાં ₹3,440નો તો સોનામાં ₹1,994નો કડાકો

  આજે એટલે કે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજી તરફ આગળ વધી રહેલા…

 

આજે એટલે કે ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરનાર લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત તેજી તરફ આગળ વધી રહેલા સોના અને ચાંદીના ભાવમાં આજે અચાનક મોટો ઘટાડો નોંધાયો છે. MCX પર બજાર ખુલતાની સાથે જ બંને કીમતી ધાતુઓના ભાવમાં કડાકો બોલાયો છે. ચાંદી પ્રતિ કિલો ₹3,440 જ્યારે સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,994 સુધી સસ્તું થયું છે.

સૌપ્રથમ વાત કરીએ ચાંદીની તો ગુરુવારે ચાંદીનું ક્લોઝિંગ ₹1,87,140 પ્રતિ કિલો રહ્યું હતું. જ્યારે શુક્રવારે બજાર ખુલતાં ચાંદી ₹1,85,499 પર ઓપન થઈ હતી. જોકે, ત્યારબાદ વેચવાલીના દબાણ વચ્ચે ચાંદી ગગડીને ₹1,83,700ની સપાટીએ પહોંચી હતી. આમ, અગાઉના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં ₹3,440નો ઘટાડો નોંધાયો છે.

બીજી તરફ સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સોનાનું ક્લોઝિંગ ₹1,44,095 પ્રતિ 10 ગ્રામ હતું. શુક્રવારે સોનું ₹1,42,161 પર ખુલ્યું હતું અને દિવસ દરમિયાન ₹1,42,601ની ઊંચી સપાટી નોંધાવ્યા બાદ ઘટીને ₹1,42,101 પર પહોંચ્યું હતું. આમ, અગાઉના બંધ ભાવની સરખામણીએ સોનામાં ₹1,994નો ઘટાડો નોંધાયો છે.

બીજી તરફ સોનાના ભાવમાં પણ પ્રારંભિક કારોબારમાં જ મોટું ગાબડું પડ્યું છે. સોનાનું ગઈકાલનું ક્લોઝિંગ (Prev. Close) ₹1,44,095 હતું. આજે શુક્રવારે સોનાનું ઓપનિંગ (Open) ₹1,42,161 પર થયું હતું અને તે વધીને ₹1,42,601 ના હાઈ (High) સુધી પહોંચ્યું હતું. પરંતુ મંદીવાળાઓની પકડ મજબૂત બનતાં સોનું ઘટીને પ્રતિ 10 ગ્રામ ₹1,42,101 ની નીચલી સપાટી (Low) એ સ્પર્શ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *