મ્યુનિ.કમિશનર મસુરી 10 દિવસની ટ્રેનિંગમાં, સ્ટાફને ગુરુ ગયા ગોકળ, પાછળથી મોકળ

    રાજકોટ મનપાના ચોક્કસ અધિકારી-કર્મચારીઓને તો છેલ્લા દોઢ મહિનાથી જાણે જલસો જ જલસો છે! કોર્પોરેશનની ચૂ઼ંટણી હોય ત્યારે મનપાના સ્ટાફને ફરજ સોંપવામા આવતી નથી.…

 

 

રાજકોટ મનપાના ચોક્કસ અધિકારી-કર્મચારીઓને તો છેલ્લા દોઢ મહિનાથી જાણે જલસો જ જલસો છે! કોર્પોરેશનની ચૂ઼ંટણી હોય ત્યારે મનપાના સ્ટાફને ફરજ સોંપવામા આવતી નથી. એટલા માટે આચરસંહિતામાં જલસા કર્યા બાદ હવે મ્યુનિ.કમિશનર દસ દિવસની ટ્રેનિંગમાં મસુરી રવાના થયા છે ત્યારે ગુરુ ગયા ગોકળ અને પાછળથી મોકળની સગવડતા મળી જતા ફરી ચોક્કસ અધિકારી-કર્મચારીઓને જલસા થઇ ગયા હોય તેમ કચેરીમાં ફરી ઉડે ઉડે જેવો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટ મનપામાં છેલ્લા દોઢ-બે મહિનાથી નીતિ વિષયક નિર્ણયથી માંડી પ્રજાને લગતા મોટા ભાગના કામ ગોકળગાયની ગતિથી ચાલતા હોવાની વ્યાપક બૂમરાડ વચ્ચે ફરી દસ દિવસ સુધી આવી જ હાલત રહેશે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. કારણ એ છે કે, મ્યુનિ.કમિશનર દસ દિવસની ટ્રેનિગ માટે રજા પર ગયા છે. મસુરી ખાતે ટ્રેનિંગ છે. મ્યુનિ.કમિશનરની હાજરી હોય ત્યારે પણ ચોક્કસ કામચોર અધિકારી-કર્મચારી ધક્કા ગાડીની જેમ ચાલતા હોય તો પછી જ્યારે મ્યુનિ.કમિશનર જ શહેરમાં ન હોય ત્યારે અધિકારી- કર્મચારીઓને કવા જલસા થઇ પડતા હોય એ શું કહેવુ?

આજે અઠવાડિયાની શરૂૂઆતની ઉઘડતી કચેરીએથી જ આવી હાલત હતી. મોટાભાગના વિભાગોમાં સ્ટાફની પાંખી હાજરી હતી. કોઇ ફિલ્ડ વર્કા બહાને બહાર હતા તો કોઇ હાજરી પુરીને રવાના થઇ ગયા હતા! બીજીબાજુ કમિશનરના અંગત મદદનીશ અને મેનેજર પણ રજા ઉપર ગયા હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *