રાજકોટ માટે પાણી માંગવા મ્યુનિ. કમિશનર ગાંધીનગરમાં

રાજકોટ શહેરની દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને આગામી દિવસોમાં પીવાના પાણીની જરૂૂરિયાતને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) દ્વારા અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી…

રાજકોટ શહેરની દિન-પ્રતિદિન વધતી જતી વસ્તી અને આગામી દિવસોમાં પીવાના પાણીની જરૂૂરિયાતને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા (છખઈ) દ્વારા અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી છે.
શહેરને પીવાનું પૂરતું પાણી અવિરતપણે મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ખાસ ગાંધીનગર પહોંચ્યા છે, જ્યાં તેઓ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત વિભાગ સમક્ષ આગામી વર્ષ માટે પાણીના જથ્થાની ફાળવણી અંગે મહત્વની રજૂઆત કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજ્ય સરકાર પાસે કુલ 4000 ખઈઋઝ (મિલિયન ક્યુબિક ફીટ) પાણીની માંગણી કરવામાં આવી છે. આ જથ્થો કેટલો વિશાળ છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે, 4000 ખઈઋઝ પાણી એટલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો ’ભાદર ડેમ’ પોણો (75 ટકા) ભરાઈ જાય તેટલો મહાકાય જળ જથ્થો! આટલા મોટા પ્રમાણમાં પાણીની માંગણી શહેરની દૈનિક જરૂૂરિયાતો અને વિશેષ કરીને આગામી ઉનાળાની માંગને પહોંચી વળવા માટે કરવામાં આવી છે.

નોંધનીય છે કે, રાજકોટ શહેર પીવાના પાણી માટે મુખ્યત્વે સ્થાનિક જળાશયો જેવા કે આજી, ન્યારી અને ભાદર ડેમ પર આધારિત છે. આ ઉપરાંત, જ્યારે સ્થાનિક જળાશયોના તળિયા દેખાવા લાગે છે ત્યારે નર્મદાના નીર (સૌની યોજના) દ્વારા શહેરની તરસ છીપાવવામાં આવે છે. આગામી ઉનાળામાં કે વરસાદ ખેંચાવાની સ્થિતિમાં શહેરીજનોને કોઈપણ પ્રકારના પાણી કાપનો સામનો ન કરવો પડે તે હેતુથી અત્યારથી જ નર્મદાના પાણીનો પૂરતો જથ્થો અનામત રાખવા માટે ગાંધીનગર ખાતે બેઠકોનો દોર શરૂૂ કરવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકાના આ આગોતરા આયોજનના ભાગરૂૂપે જો રાજ્ય સરકાર દ્વારા આ 4000 ખઈઋઝ પાણીની ફાળવણીને લીલી ઝંડી આપવામાં આવશે, તો રાજકોટવાસીઓ માટે આગામી સમયમાં પીવાના પાણીની કોઈ ગંભીર સમસ્યા ઊભી થશે નહીં અને વિતરણ વ્યવસ્થા સુચારુ રૂૂપે જળવાઈ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *