ખંભાળિયામાં બાંધકામની પરવાનગી સહિતના મુદ્દે પાલિકા તંત્ર દ્વારા સત્તાવાળાઓને રજૂઆત

ખંભાળિયા શહેરમાં અગાઉ બાંધકામની પરવાનગી આપવાની સત્તા ખંભાળિયા નગરપાલિકા પાસે હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સત્તા ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) ને સોંપવામાં…

ખંભાળિયા શહેરમાં અગાઉ બાંધકામની પરવાનગી આપવાની સત્તા ખંભાળિયા નગરપાલિકા પાસે હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ સત્તા ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) ને સોંપવામાં આવી છે. પરંતુ કોઈ કારણોસર શહેર તથા આસપાસના વિસ્તારમાં અપાતી વિવિધ પ્રકારની બાંધકામ સહિતની મંજૂરીઓને બ્રેક મારવામાં આવતા અનેક વિકાસકાર્યો અટકી ગયા છે. જેના કારણે બાંધકામ કરવા ઈચ્છતા આસામીઓ ઉપરાંત જમીન મકાનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને ધંધાર્થીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ખાડા) દ્વારા છેલ્લા ઘણા લાંબા સમયથી નગરપાલિકા વિસ્તાર તથા સતા મંડળમાં સમાવિષ્ટ વિસ્તારોમાં નવી બાંધકામ પરવાનગી તેમજ ઈમ્પેક્ટ કાયદા હેઠળ પરવાનગીઓ આપવાનું બંધ કરવામાં આવ્યું છે. જે બાબતે બાંધકામ પરવાનગી ન મળવાના કારણે આ વિસ્તારના રહીશોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શહેરીજનોની રજુઆતને ધ્યાને લઇ ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પતાણી અને કારોબારી ચેરમેન રેખાબેન ખેતીયા દ્વારા ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળના મુખ્ય કારોબારી અધિકારીને તાત્કાલિક ડી.પી.ટી.પી. પ્લાન બનાવવાની કાર્યવાહી પૂર્ણ કરવા તેમજ શહેરનું જુનું ગામતળ કે જેમાં નાગરીકો દ્વારા ઈમ્પેક્ટ કાયદા હેઠળ અરજીઓ કરવામાં આવી છે, તેવી મંજૂરીઓ તાકીદે ખંભાળિયા વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા બાંધકામ પરવાનગી શરુ કરવામાં આવે તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર તથા મુખ્ય કારોબારી અધિકારીને રજુઆત કરવામાં આવી છે. લાંબા સમયથી પડતર એવા આ ગંભીર પ્રશ્નનું તાકીદે નિરાકરણ આવે તેમ આ વિસ્તારની જનતા ઈચ્છી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *