મુંબઈ ઇન્ડિયન્સ IPL માટે સજ્જ, તાલીમ શરૂ કરી

મુંબઈની પ્રથમ મેચ તા.29નાં કોલકાતા સામે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આજે 28 માર્ચથી શરૂૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે તાલીમ શરૂૂ કરી…

મુંબઈની પ્રથમ મેચ તા.29નાં કોલકાતા સામે

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આજે 28 માર્ચથી શરૂૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે તાલીમ શરૂૂ કરી છે. અભ્યાસ માટે પહોંચેલા પહેલા જૂથમાં શાર્દુલ ઠાકુર, મયંક માર્કંડેય, અલ્લાહ ગઝનફર, નમન ધીર, રાજા અંગદ બાવા, રોબિન મિંઝ, રઘુ શર્મા, મયંક રાવત, દાનિશ માલેવાર, મોહમ્મદ ઇઝહાર અને અશ્વની કુમારનો સમાવેશ થાય છે.

આગામી દિવસોમાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને કેપ્ટન હાર્દિક પંડ્યા કેમ્પમાં જોડાશે. મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ કહ્યું હતું કે, “પ્રી-સીઝન કેમ્પનો પહેલો દિવસ હંમેશા ખાસ હોય છે. ખેલાડીઓ આવે છે અને નવી ઊર્જાનો સંચાર થાય છે અને સારું પ્રદર્શન કરવા પર મજબૂત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અમારી પાસે એવા ખેલાડીઓ છે જે લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે તેમજ કેટલાક નવા ચહેરાઓ પણ છે. તેમણે કહ્યું કે અમે ઇચ્છતા હતા કે દરેક વ્યક્તિ પહેલા સત્રથી જ, આપણે કેવી રીતે તાલીમ આપીએ છીએ, કેવી રીતે તૈયારી કરીએ છીએ અને એકબીજા માટે કેવી રીતે હાજર રહીએ છીએ તેનો અનુભવ કરે. પહેલું સત્ર હંમેશા રોમાંચક હોય છે પરંતુ તે કંઈક ગંભીરતાની શરૂૂઆત પણ હોય છે. નોંધનીય છે કે મુંબઈની પહેલી મેચ 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *