સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં મુંબઈએ મધ્યપ્રદેશને હરાવ્યું

સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટની ફાઈનલ મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ શાનદાર જીત નોંધાવી હતી. મુંબઈએ એમપીને 5 વિકેટે હરાવ્યું…

સૈયદ મુશ્તાક અલી ટી20 ટુર્નામેન્ટની ફાઈનલ મુંબઈ અને મધ્ય પ્રદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ શાનદાર જીત નોંધાવી હતી. મુંબઈએ એમપીને 5 વિકેટે હરાવ્યું છે. મુંબઈના કેપ્ટને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો.

જે તેના માટે કારગર સાબિત થયો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી એમપીની ટીમે રજત પાટિદારની શાનદાર 81 રનની ઇનિંગ મદદથી 20 ઓવરમાં 174 રન બનાવ્યાં હતા.ઓપનિંગ કરવા ઉતરેલા અર્પિત ગાઉદ અને હર્ષ ગાવલી ક્રમશ: 3 અને 2 રન બનાવીને આઉટ થયા હતા. સુભ્રાંશુ સેનાપતિ 23 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યાર બાદ રજત પાટિદાર બેટિંગ કરવા ઉતર્યો હતો અને તેણે 40 બોલમાં 81 રનની આક્રમક ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ અંતર્ગત મધ્ય પ્રદેશની ટીમે 174 રન બનાવ્યા હતા.ચેઝ કરવા ઉતરેલી મુંબઈની ટીમે જીત નોંધાવી હતી.

ઓપનિંગ કરવા ઉતરેલો પૃથ્વી શો ફ્લોપ રહ્યો હતો. તે માત્ર 10 રન બનાવી શક્યો હતો. તેની સાથે અજિંક્ય રહાણેએ શાનદાર 37 રન ફટકાર્યા હતા. ત્રીજા નંબરે રમતા શ્રેયસ અય્યર પણ ફ્લોપ રહ્યો હતો. તેણે માત્ર 16 રન બનાવ્યાં. સૂર્યકુમાર યાદવે ચોથા નંબરે બેટિંગ કરતા જોરદાર રમત દર્શાવી હતી. તેણે 35 બોલમાં 48 રન બનાવ્યાં હતા. જોકે, ત્યાં સુધીમાં મુંબઈના પક્ષમાં જઈ ચૂકી હતી. છેલ્લે સૂર્યાશ શેડગેએ 36 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી. એમપી માટે બોલિંગ કરતા ત્રિપુરેશ સિંહે 2 વિકેટ ઝડપી હતી. તે સિવાય વેંકટેશ અય્યરે 1, કુમાર કાર્તિકેયે 1 અને શિવમ શુક્લાએ પણ 1 વિકેટ લીધી હતી. જોકે, આ તમામની બોલિંગ પર સૂર્યાશ શેડગેએ પાણી ફેરવી દીધું હતું. સૂર્યાશે 7ના નંબરે આવીને જોરદાર બેટિંગ કરી 200થી વધુના સ્ટ્રાઇક રેટથી 36 રન ફટકારીને ટીમને જીત અપાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *