ઓસ્ટ્રેલિયન ક્રિકેટર મેથ્યુની પુત્રી ગ્રેસ, રિષભ પંત પર ફિદા

સ્પોટ્ર્સ પ્રેઝન્ટર તરીકે કામ કરે છે ગ્રેસ હેડન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ બ્રિસબેનમાં રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમ પર ઓસ્ટ્રેલિયા ભારે…

સ્પોટ્ર્સ પ્રેઝન્ટર તરીકે કામ કરે છે ગ્રેસ હેડન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટ બ્રિસબેનમાં રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમ પર ઓસ્ટ્રેલિયા ભારે પડી રહ્યું છે. આ દરમિયાન ભારતીય વિકેટકિપરની ખુબ ચર્ચા થઈ રહી છે. 150 શિકાર પુરા કરનારા રિષભ પંતના વખાણ કરનારાઓમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટરની દિકરી પણ સામેલ થઈ છે.


ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન મેથ્યુ હેડનની પુત્રી ગ્રેસ હેડન ક્રિકેટ નથી રમતી પરંતુ તેનો ક્રિકેટ સાથે ઊંડો સંબંધ છે. તે સ્પોર્ટ્સ પ્રેઝન્ટર તરીકે કામ કરે છે અને આઈપીએલથી લઈને આઈસીસી ટુર્નામેન્ટ સુધીની ઘણી મોટી ક્રિકેટ ઈવેન્ટ્સનો ભાગ રહી છે.ગ્રેસનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ કંઈક ખાસ છે કારણ કે તે કોઈ ઓસ્ટ્રેલિયન ખેલાડી નહીં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઋષભ પંતને પોતાનો ફેવરિટ ક્રિકેટર માને છે.


ખાસ કરીને જ્યારે તે ઈંઙકનો સૌથી મોંઘો ખેલાડી છે અને ગંભીર અકસ્માત બાદ તેણે પુનરાગમન કર્યું છે. ગ્રેસ પંતની હિંમતની પ્રશંસા કરતી જોવા મળી અને કહ્યું કે હું ઓસ્ટ્રેલિયન છું પરંતુ મને પંત પર ખૂબ ગર્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *