હૈદરાબાદને 7 વિકેટે હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને

રોહિત શર્માની 46 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગને કારણે મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું.…

રોહિત શર્માની 46 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ

ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગને કારણે મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું. આ MIનો સતત ચોથો વિજય છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 143 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈએ 15.4 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હવે 9 માંથી 5 મેચ જીતી છે. MI એ પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે.

144 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે મુંબઈ ઈન્ડિયન્સની શરૂૂઆત સારી રહી ન હતી, પરંતુ રોહિતે પોતાનું આક્રમક વલણ જાળવી રાખ્યું. પાવરપ્લેમાં મુંબઈએ એક વિકેટ ગુમાવીને 56 રન બનાવ્યા. રોહિત શર્માએ 35 બોલમાં અડધી સદી ફટકારી. 9 વર્ષ પછી, રોહિતે IPLમાં સતત અડધી સદી ફટકારી.

રોહિત શર્માએ 46 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ રમી. હિટમેનના બેટમાંથી 8 ચોગ્ગા અને 3 છગ્ગા આવ્યા. સૂર્યકુમાર યાદવ 19 બોલમાં 40 રન બનાવી અણનમ રહ્યા. તેણે 5 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. વિલ જેક્સે 19 બોલમાં 22રનની ઇનિંગ રમી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. ટીમનો નેટ રન રેટ આજે ઘણો પ્રભાવશાળી બની ગયો છે.

અગાઉ, ટોસ હાર્યા બાદ ઘરઆંગણે પ્રથમ બેટિંગ કરવા આવેલા SRH ની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટ્રેવિસ હેડ 00, અભિષેક શર્મા 08, ઇશાન કિશન 01, નીતિશ કુમાર રેડ્ડી 02 અને અનિકેત વર્મા 12 રન બનાવીને આઉટ થયા હતા. હૈદરાબાદે માત્ર 35 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, હેનરિક ક્લાસેન અને અભિનવ મનોહરે જવાબદારી સંભાળી અને ટીમની લાજ બચાવી.

ક્લાસેન 44 બોલમાં 71 રન બનાવ્યા. તેના બેટમાંથી 9 ચોગ્ગા અને બે છગ્ગા લાગ્યા. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા મનોહરે 37 બોલમાં 43 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. આ બંનેના કારણે હૈદરાબાદનો સ્કોર 140 થી વધુ પહોંચ્યો. જોકે, આ વિકેટ પર આ રન પૂરતા ન હતા.

16મી ઓવરના ચોથા બોલ પર સૂર્યકુમાર યાદવે ઝીશાન અસાંરી સામે ચોગ્ગો ફટકાર્યો. આની સાથે જ મુંબઈએ હૈદરાબાદને 7 વિકેટે હરાવી દીધું. સૂર્યાએ 19 બોલમાં 40 રન બનાવ્યા. તેની સાથે તિલક વર્મા પણ નોટઆઉટ રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *