રાજકોટની કંપની સાથે મુંબઇની પેઢી દ્વારા રૂા.38 લાખની ઠગાઇ

રાજકોટના લોધિકા તાલુકાના માખાવડ ગામ નજીક આવેલી ‘શીવ હાઇડ્રોમેટ’ કંપની સાથે રૂૂ. 38,10,000 ની કિંમતનો 300 કિલો ટંગસ્ટન સ્ક્રેપ ઓછો મોકલી વિશ્વાસઘાત કર્યા હોવાની મુંબઈની…

રાજકોટના લોધિકા તાલુકાના માખાવડ ગામ નજીક આવેલી ‘શીવ હાઇડ્રોમેટ’ કંપની સાથે રૂૂ. 38,10,000 ની કિંમતનો 300 કિલો ટંગસ્ટન સ્ક્રેપ ઓછો મોકલી વિશ્વાસઘાત કર્યા હોવાની મુંબઈની પેઢી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.માખાવડ ખાતે આવેલી શીવ હાઇડ્રોમેટ કંપનીમાં વર્ષ 2022 થી પ્લાન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રતિકભાઈ ગીરીશભાઈ ત્રિવેદી (રહે. રાજકોટ) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની કંપનીમાં કેમિકલ અને પાવડર બનાવવા માટે ટંગસ્ટન સ્ક્રેપનો ઉપયોગ થાય છે.

કંપનીના માલિક દેવભાઈ દીપકભાઈ વીરમગામાએ નવી મુંબઈ સ્થિત ‘ટોડીની મેટલ એન્ડ કેમિકલ્સ પ્રા.લી.’ ના ડિસ્પેચ ઈન્ચાર્જ સચીનભાઈ જાદવ પાસેથી કુલ 5071 કિલો ટંગસ્ટન સ્ક્રેપ મંગાવ્યો હતો.ગત તા. 08/10/2026 ના રોજ સવારે 8:30 વાગ્યાના અરસામાં મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત ‘સ્વામી ટ્રાન્સપોર્ટ સર્વીસ’ ના ટ્રક નં જીજે-36-ટી -4573 માં ડ્રાઈવર આશીષભાઈ લાલબહાદુર યાદવ માલ લઈને કંપનીએ પહોંચ્યા હતા. ટોડીની મેટલ એન્ડ કેમિકલ્સ પ્રા.લી. ના ટેક્સ ઈનવોઈસ બિલ તથા ટ્રાન્સપોર્ટની પહોંચમાં 5071 કિલો (80 બેગ) વજન દર્શાવાયું હતું અને બિલની કુલ રકમ રૂૂ. 7,73,53,637 હતી.

કંપનીના ઈલેક્ટ્રિક વજન કાંટા તેમજ માખાવડ સ્થિત શ્રી રામ વેબ્રિજ પર વજન કરાવતા સ્ક્રેપનો જથ્થો અપેક્ષિત 5071 કિલોના બદલે 300 કિલો ઓછો નીકળ્યો હતો, જેની કિંમત આશરે રૂૂ. 38.10 લાખ થાય છે. આ અંગે કંપની માલિક દેવભાઈએ ડિસ્પેચ ઈન્ચાર્જ સચીનભાઈ જાદવનો સંપર્ક કરતાં, લોડિંગ સમયે વજન કાંટો ન થયાનું જણાવી તપાસ કરવાની ખાતરી આપી હતી અને પૂરેપૂરા રૂૂ. 7.73 કરોડનું પેમેન્ટ કરાવી લીધું હતું. ત્યારબાદ કાંટાચીઠી કે આધાર-પુરાવા ન હોવાનું જણાવી હાથ અધ્ધર કરી દેવાયા હતા.

ટ્રાન્સપોર્ટ માલિક સ્વામીજીએ પણ કાંટાચીઠી વગર પહોંચમાં વજન લખ્યાનું અને બોર્ડર ક્રોસ કરતી વખતની વજન પહોંચ ખોવાઈ ગયાનું જણાવ્યું હતું. બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાતા લોધિકા મથકના પીએસઆઈ આઈ.એમ.સરવૈયા સહીતના સ્ટાફે વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *