સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ દર્શન કર્યા

બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દેશના ઉધોગપતિ મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરવા પહોચ્યાં હતા.મુકેશ અંબાણી અને તેના પુત્ર અંનત અંબાણીએ…

બોટાદ જિલ્લાના વિશ્વપ્રસિદ્ધ શ્રી સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે દેશના ઉધોગપતિ મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરવા પહોચ્યાં હતા.મુકેશ અંબાણી અને તેના પુત્ર અંનત અંબાણીએ કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી દર્શન કર્યા હતા.

મુકેશ અંબાણી અને અંનત અંબાણીએ મંદિર પરિસરમાં ગૌપૂજન કર્યુ તેમજ ધ્વજા ચઢાવી હતી. સાળંગપુર હનુમાનજી મંદિરની લાઈવ આરતી જીયો પર લાઈવ કરવા કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને કહેતા મુકેશ અંબાણીએ તેના દીકરા અંનત અંબાણીને સૂચના આપી હોવાનું સ્વામીએ જણાવ્યું છે.દેશના ઉધોગપતિ મુકેશ અંબાણી અને અંનત અંબાણીને જોવા સાળંગપુર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.મુકેશ અંબાણી અને અંનત અંબાણી દર્શન કરી રવાના થતાં લોકોએ જયશ્રી રામના નારા લગાવ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *