દેશના ઉર્જાવાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શાસનની ધૂરા સંભાળી ત્યારથી અનેક બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી દેશનાં કિશોર-કિશોરીઓ, યુવાધનથી લઈ સિનિયર સિટિઝનો સુધીના તમામ વર્ગને અલગ-અલગ પ્લેટફોર્મ મળે એવા સફળ પ્રયાસો કર્યા છે. જેની એક કડી રૂૂપે સને-2019 થી સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂૂ કરાવ્યો જે દર વર્ષે ઉજવાય છે. રાજકોટનાં સાંસદ પુરૂૂષોતમભાઈ રૂૂપાલા પ્રેરિત ખેલ મહોત્સવ આગામી તા.09, નવેમ્બર-2025, રવીવારે સવારે 9-30 વાગ્યે રેસકોર્ષના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે ઉદઘાટિત થશે.
રાજકોટના સાંસદ પુરૂૂષોતમભાઈ રૂૂપાલા આયોજિત ખેલ મહોત્સવ તા.09, નવેમ્બર-2025 થી શરૂૂ થનાર છે. જેના ઉદઘાટન અવસરે કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ઉદઘાટક તરીકે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજયકક્ષાના મંત્રી કાંતીભાઈ અમૃતિયા રહેશે. મુખ્ય મહેમાન તરીકે રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડિયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા, કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યો ભાનુબેન બાબરિયા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઇ સોમાણી ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, એથ્લેટીકસ નેશનલ પ્લેયર યશ દવે, નેશનલ પેરાશૂટિંગ પ્લેયર ભૂમિબેન મહેતા, નેશનલ કબડ્ડી પ્લેયર સાગર ચાવડા ઉપસ્થિત રહેશે. આયોજન સમિતીમાં પૂર્વ મેયર પ્રદિપભાઈ ડવ, શહેર ભાજપ ઉપાધ્યક્ષ રાજદિપસિંહ જાડેજા, રમત-ગમત સેલના રાજકોટ શહેર ભાજપ કન્વિનર કિશોરભાઈ હાપલિયા, રમત-ગમત સેલ રાજકોટ શહેર ભાજપના હિમાંશુભાઇ મહેતા સેવા આપી રહયાં છે.
9, નવેમ્બરથી શરૂૂ થનારો ’સાંસદ ખેલ મહોત્સવ’ રાજકોટ ઉપરાંત મોરબી અને જસદણમાં પણ રમાડવામાં આવશે. સૌપ્રથમ તાલુકા કક્ષાએ બાદમાં ઝોન કક્ષાએ અને છેલ્લે ડીસ્ટ્રીકટ કક્ષાએ આ રમતોત્સવ થશે જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનારને મેડલ, ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.
સમગ્ર દેશમાં યોજાનારા આ સાંસદ ખેલ મહોત્સવનો કલોઝીંગ સેરેમની તા.25, ડીસેમ્બર-2025 ના રોજ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુલી જોડાઈને દેશભરના રમતવીરોને પ્રેરિત કરશે.
આ ખેલ મહોત્સવ અંગે કોઈપણ પ્રકારની માહિતી માટે હિમાંશુભાઈ મહેતા (મો.9898943144) અથવા કિશોરભાઈ હાપલિયા (મો.8487801469) પર સંપર્ક કરવા જણાવાયું છે. રાજકોટના સાંસદ પુરૂૂષોતમભાઈ રૂૂપાલાએ વધુમાં વધુ લોકો આ ખેલ મહોત્સવમાં જોડાય તેવી અપીલ કરી છે.
