ભગવતીપરાનો શખ્સ એક જ તરૂણીને ત્રીજી વખત ભગાડી ગયો, પોકસો હેઠળ ગુનો નોંધાયો

હું તમારી દીકરીનો પીછો નહીં છોડું કહી ધાક-ધમકી આપવાનું ચાલુ રાખતા અંતે ફરિયાદ નોંધાઇ શહેરની બી-ડિવિઝન વિસ્તારમાં વિચિત્ર કિસ્સો આવ્યો છે, જેને કારણે તેનો સ્ટાફ…

હું તમારી દીકરીનો પીછો નહીં છોડું કહી ધાક-ધમકી આપવાનું ચાલુ રાખતા અંતે ફરિયાદ નોંધાઇ

શહેરની બી-ડિવિઝન વિસ્તારમાં વિચિત્ર કિસ્સો આવ્યો છે, જેને કારણે તેનો સ્ટાફ પણ ચોંકી ઉઠયો છે. ભગવતીપરાના જયપ્રકાશનગરમાં રહેતાં રોહિત ઉર્ફે રોહન મહેશ લોલાડીયા (ઉ.વ.આ.20) એક જ તરૂૂણીને ત્રીજી વખત ભગાડી ગયો હતો, જેને કારણે તેના વિરૂૂધ્ધ ત્રીજી વખત પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
રાજકોટ નહીં સૌરાષ્ટ્રમાં પણ કોઈ એક જ આરોપી સામે એક જ તરૂૂણીને ત્રણ-ત્રણ વખત ભગાડી જવા અંગે પોકસો હેઠળ નોંધાયેલો આ સંભવત:

પ્રથમ કિસ્સો છે. બી-ડિવીઝન પોલીસના સૂત્રોએ જણાવ્યું કે આરોપી રોહિત ઉર્ફે રોહન સૌ પ્રથમ વખત ગઈ તા.8-6-2024ના રોજ તરૂૂણીને ભગાડી ગયો હતો. તે વખતે તેની સામે અપહરણ, દૂષ્કર્મ અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ત્યાર પછી ગઈ તા.26-9-2024ના રોજ તે તરૂૂણીને બીજી વખત ભગાડી જતાં ફરીથી તેના વિરૂૂધ્ધ અપહરણ, દૂષ્કર્મ અને પોકસો હેઠળ ગુનો નોંધાયો હતો. આ બે-બે ગુનામાં જામીન પર છુટયા બાદ તે ત્રીજી વખત પણ તરૂૂણીને તા.16-7-2025ના રોજ ભગાડી ગયો હતો. 10 દિવસ બાદ તે તરૂૂણીને લઈને પરત આવ્યો હતો.

આટલા દિવસો નવાગામમાં રહ્યો હતો. જો કે તરૂૂણીના પરિવારજનોએ અગાઉ બે-બે વખત ફરિયાદો કરી હોવાથી ત્રીજી વખત ફરિયાદ કરવાનું પણ ટાળ્યું હતું. તેની પાછળનું એક કારણ એવું પણ હતું કે આરોપી રોહિતની માતાએ તરૂૂણીના પરિવારજનોને હવે તેનો પુત્ર તેની પુત્રીનો પીછો નહીં કરે તેવી ખાત્રી આપી જવાબદારી લીધી હતી પરંતુ આમ છતાં આરોપી રોહિતે પોલીસમાં ફરિયાદ કરીને શું કરી લીધું, હું તમારી છોકરીનો પીછો નહીં છોડું તેમ કહી ધાક-ધમકી આપવાનું ચાલુ રાખતાં આખરે તરૂૂણીના પરિવારજનોએ તેની વિરૂૂધ્ધ ત્રીજી વખત ફરિયાદ નોંધાવી છે. પોલીસ ત્રીજી વખત પણ અપહરણ અને પોકસોની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જો કે ત્રીજી વખત દૂષ્કર્મ નહીં થયાની માહિતી હાલ પોલીસને તપાસમાં મળી છે. આરોપી રોહિત ઉર્ફે રોહન ભાગી જતાં પોલીસે તેની શોધખોળ જારી રાખી છે. તે મૂળ સુરેન્દ્રનગરનો વતની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *