સાંસદ પૂનમબેન માડમના માતાનું નિધન: અંતિમ યાત્રામાં અનેક અગ્રણીઓ જોડાયા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાજપ ના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ ના માતૃશ્રી દિનાબેન હેમતભાઈ માડમ (78) નું આજે તા. 14/6/2026 અને રવિવારે વહેલી…

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ભાજપ ના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ ના માતૃશ્રી દિનાબેન હેમતભાઈ માડમ (78) નું આજે તા. 14/6/2026 અને રવિવારે વહેલી સવારે નિધન થયું હતું.

સ્વ. મેરુભાઈ માડમ, સ્વ. ઘેલુભાઈ માડમ તથા સ્વ. વલ્લભભાઈ માડમ ના નાનાભાઈ સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ ના ધર્મપત્ની તેમજ સ્વ. વિમલભાઈ હેમતભાઈ માડમ, શ્રીમતિ કલ્પનાબેન આંબલીયા, સાંસદ શ્રીમતિ પૂનમબેન માડમ અને શ્રીમતિ તોરલબેન યાદવ ના માતુશ્રી, શ્રીમતિ શીતલબેન વિમલભાઈ માડમ ના સાસુ તેમજ જીતભાઈ અને વરુણભાઈ ના દાદી સરળ સ્વભાવના હતા. સદગત દીનાબેન ના પતિ હેમંતભાઈ માડમ પણ અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને. જામનગર માં સારી એવી નામના ધરાવતા હતા.

છેલ્લા કેટલાક દિવસ થી દીનાબેન ની તબિયત અવસ્થા ના કારણે નરમ રહેતી હતી. જ્યારે આજે તેમણે સવારે પોતાના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા હતાં. તેમના નિધનના સમાચાર સાંપડતા જ માડમ પરિવાર , તેમજ આહીર સમાજ ના લોકો , ભાજપના આગેવાનો સહિતના ઓ તેમના નિવાસ્થાના દોડી ગયા હતા. આજે સાંજે 4:30 કલાકે તેમના નિવાસ સ્થાન માડમ ફળી, નવાગામ (ઘેડ), જામનગર થી તેઓની અંતિમ યાત્રા નિકળી હતી. અને આદર્શ સ્મશાન (સોનાપુરી), પહોચી ત્યાં તેઓના અંતિમ સંસ્કાર કરવા આવ્યા હતા.

તેમની અંતિમયાત્રામાં પરિવારના પ્રવીણભાઈ માડમ , વિક્રમભાઈ માડમ સહિત ના પરિવારના તમામ લોકો તેમજ રિલાયન્સના ધનરાજ નથવાણી ભાજપના આગેવાનો સહિત અનેક લોકો જોડાયા હતા. અને પૂનમબેન ને સાંત્વના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *