ભચાઉમાં ફિલ્મી ઢબે ગેંગવોર : 32 શખ્સોનો હુમલો, ફાયરિંગ

સમાજના પ્રમુખ પદે બેસવાની હરીફાઈમાં ધારિયા, ધોકા, પિસ્તોલ અને બંદૂક લઈ આતંક મચાવ્યો, ચાર રાઉન્ડ ફાયરિંગ રામપર ગામે રહેતા રામજી કેશરભાઈ મણકાએ સામખિયાળી પોલીસ મથકે…

સમાજના પ્રમુખ પદે બેસવાની હરીફાઈમાં ધારિયા, ધોકા, પિસ્તોલ અને બંદૂક લઈ આતંક મચાવ્યો, ચાર રાઉન્ડ ફાયરિંગ

રામપર ગામે રહેતા રામજી કેશરભાઈ મણકાએ સામખિયાળી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના મોટાભાઈ લગધીરભાઈને સમાજના લોકો સમાજના પ્રમુખ બનાવવા માંગે છે. સામા પક્ષે નારણ રવા સંઘાર સમાજના પ્રમુખ બનવા માગતો હતો.

લગધીરભાઈનો ‘કાંટો’ કાઢી નાખવાના હેતુથી નારણ અને તેના મળતિયાઓએ હિંસક હુમલાનું કાવતરું ઘડ્યું હતું.બુધવારે રાત્રે વિવિધ વાહનોમાં ત્રીસથી બત્રીસ જણનું ટોળું હાથમાં ધારિયા, ધોકા, તલવારો, કુહાડીઓ, જોટાવાળી દેશી બંદૂક, પિસ્તોલ, રિવોલ્વર વગેરે હથિયારો લઈને શિકરા ગામથી રામપર ગામ આવ્યું હતું.આ ટોળાંએ લગધીરભાઈની માતાને મુઢ માર મારી નારણભાઈ મઘાભાઈ સંઘારને પતાવી દેવાના ઈરાદે માથામાં ધારિયું મારી દીધું હતું.ભૂંડી ગાળો ભાંડવા સાથે હાકલા પડકારા કરતાં લોહીતરસ્યાં ટોળાંને જોઈ સૌ ભયનાં માર્યાં ઘરના દરવાજા બંધ કરીને છૂપાઈ ગયાં હતા.

ટોળાંએ ચાર રાઉન્ડ ફાયરીંગ કરવા સાથે પથ્થરમારો કર્યો હતો. ઘરની બહાર પાર્ક કરેલી પાંચ કારોમાં પણ ભારે તોડફોડ કરી હતી.ટોળાંએ મચાવેલો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે જણાવી 32 સામે તેમણે ફરિયાદ નોંધાવી હતી. 21 હુમલાખોરોને અટક કરી લેવાયાં છે, જેમાંથી ફાયરીંગ થયેલું તે જોટાવાળી બંદૂક કબ્જે કરાઈ છે. શેષ આરોપીઓ અને હથિયારો પકડવા ચક્રો ગતિમાન કરાયા છે. પકડાયેલા આરોપીઓ પૈકી રામજી સના સંઘાર, રાહુલ હોથી છુછીયા, જીગર રામજી સંઘાર અને લખમણ સના સંઘાર વિરુધ્ધ અગાઉ મારામારી અને દેશી દારૂૂના વેચાણના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે. સૂત્રોના મતે લાંબા સમયથી આ બે જૂથ વચ્ચે પ્રમુખપદને લઈ ખેંચતાણ ચાલતી હતી અને ગમે ત્યારે ધિંગાણું થાય તેવી દહેશત હતી. ત્યારે આ ગંભીર ઘટનામાં પોલીસનીલોકલ ઈન્ટેલિજન્સ ફેઈલ્યોર અને પ્રિવેન્ટીવ એક્શન લેવામાં પોલીસની નિષ્ફળતા છતી થઈ છે.

આ બનાવ જ્યાં બન્યો તે આધોઈ ઓપીની હદમાં આવે છે. ગુનાની તપાસ સામખિયાળી પીઆઈ જે.એમ. ઝાલા કરી રહ્યા છે. બનાવ અંગે રામજી મણકાએ નારણ રવા સંઘાર,વિરમ નારણ સંઘાર,કરણ વેરા સંઘાર,રામજી સના સંઘાર,રાહુલ હોથી છુછીયા,દિનેશ કાનજી સંઘાર, જીગર રામજી સંઘાર,સંજય લાખા શિણાય,કિશન રાજેશ સંઘાર, મનોજ જગા સંઘાર, પપ્પુ ઊર્ફે દેશર રણમલ સંઘાર,લાલજી ઊર્ફે ખીમજી સવા સંઘાર, લાલજી કાનજી સંઘાર,રાજેશ પપ્પુ ઊર્ફે દેશર સંઘાર,અર્જુન પપ્પુ ઊર્ફે દેશર સંઘાર,કરણ પપ્પુ ઊર્ફે દેશર સંઘાર, નવીન પેથા શિયારીયા, આનંદ સુખદેવ મણકા,ધનજી નારણ સંઘાર,નરેન્દ્ર કાનજી સંઘાર,હિરેન નારણ સંઘાર,મહેશ વાઘા શિયારીયા, વનરાજ વાઘા શિયારીયા,સુરેશ જગા સંઘાર,મયૂર રામજી સંઘાર (રહે. તમામ શિકરા, ભચાઉ) તથા અન્ય ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *