મોરબીમાં અજાણ્યા વાહને મોટરસાઈકલ સવારને કચડયા, ઘટના સ્થળે જ મોત

ત્રાજપર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત: પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો મોરબીના ત્રાજપર ચોકડી પાસે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા…

ત્રાજપર ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત: પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો

મોરબીના ત્રાજપર ચોકડી પાસે પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મોટરસાયકલ ચાલક વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો, જેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, અમ્રુતલાલ આરદેશણા નામનાં વૃદ્ધ પોતાનું મોટરસાયકલ નંબર GJ-03-BC-1461 લઈને હાઉસિંગ બોર્ડથી ત્રાજપર ચોકડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે વિશ્વકર્મા એગ્રો ઈન્ડસ્ટ્રીઝ સામે રોડ પર એક વાહન નંબરGJ-36-X-0676 ના ચાલકે પોતાના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોટરસાયકલને સાઈડના ભાગેથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અમ્રુતલાલને ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. મૃતકની પત્ની લીલાવંતીબેને આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂૂ કરી છે.

સોસાયટીમાં આગ
મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલી લોટસ 158 સોસાયટીમાં આગ લાગી હતી સોસાયટીના મીટર બોક્સમાં બપોરે કોઈ કારણોસર આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી સમયસર આગ પર કાબુ મેળવી લેતા સોસાયટીના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *