શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા સહેતી સર્ગભાને આઠમા મહીને બીપી વધી જતા સારવાર માટે ખાનગી હોસ્પીટલમા ખસેડાઇ હતી. જયા સીઝીરીયન થકી સગર્ભાએ જુડવા બાળકોને જન્મ આપ્યો હતો બાદમા પ્રસુતાનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર રહેતી કિરણબેન ધર્મેશભાઇ વાંઝા નામની 33 વર્ષની સગર્ભાને આઠમા મહીને બીપી વધી જતા તાત્કાલીક સારવાર માટે ખાનગી હોસ્પીટલમા દાખલ કરવામા આવી હતી. જયા સગર્ભાને સીઝીરીયન થકી જુડવા બાળકો લેવામા આવ્યા હતા. બંને માસુમ બાળકને સારવાર હેઠળ રાખવામા આવ્યા છે. જયારે જુડવા બાળકને જન્મ આપ્યા બાદ જનેતાનુ બેભાન હાલતમા મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
