ગોંડલ નાં સહજાનંદનગર નગર માં ગરબીચોક થી આગળ કાટખુણા પર આવેલુ બે માળનું મકાન સવારે સાત કલાકે ધડાકાભેર ધરાશઇ થતા મકાન માં સુતેલા સુનિલભાઇ વરધાની તેના માતા નીતાબેન તથા પત્નિ ઉષાબેન મલબા નીચે દબાઇ જવા પામ્યા હતા.બનાવ ની જાણ યસગૃપ નાં દશરથસિહ જાડેજાએ ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી.
બનાવ નાં પગલે નગરપાલિકા નાં સદસ્ય ગૌતમભાઇ સિંધવ, જીતુભાઇ આચાર્ય, ભાજપ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા જીતુભાઇ પંડ્યા સહિત દોડી જઇ જેસીબી, ક્રેઇન એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી મકાન નાં મલબા માંથી બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.
સુનિલભાઇ રેલ્વેસ્ટેશન ચોકમાં પાનની કેબીન ચલાવે છે. જાણવા મુજબ મકાન નું રિનોવેશન ચાલી રહ્યુ હતુ.તે દરમિયાન મકાન જમીનદોસ્ત બન્યુ હતુ.બનાવ ની જાણ થતા ધારાસભ્ય ગીતાબા જાડેજા નાં પર્સનલ આસિસ્ટન્ટ નિલેશ જેઠવા ઘટના સ્થળે દોડી ગયા હતા.આ લખાય છે ત્યારે જેસીબી સહિત સાધનો દ્વારા કાટમાળ ખસેડી દબાઇ ગયેલા પરીવાર ને બહાર કાઢવા ઓપરેશન હાથ ધરાયુ છે.
આ સમગ્ર ઘટનામાં સુનીલભાઇ અને તેમના પત્ની ઉષા બેન કાટ માળમાં ફસાયેલા હતા. જેમને બહાર કાઢવા માટે કટર મંગાવામા આવ્યુ હતુ.
આ દરમ્યાન ઉષાબેનને બહાર કાઢતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જયારે સુનિલભાઇ અને તેમના માતા મીતાબેન વરઘાણીને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ સ્થાનિક ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય ભાજપના કાર્યકરો પણ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરીનું નીરક્ષણ કર્યુ હતુ.