અંધવિશ્વાસની બીમારીમાં સપડાયેલા લોકો ગમે તેવું ખૌફનાક કામ કરતાં પણ અચકાતાં નથી. પોતાના છોકરા માટે એક મામા-મામીએ પોતાની સગી ભાણીની બલિ ચઢાવી દીધી. આ ખૌફનાક મર્ડરથી સનસની મચી છે. ઉત્તર પ્રદેશના દેવરિયામાં 12 વર્ષની માસૂમ બાળકીની હત્યાના બનાવથી ખળભળાટ મચી ગયો છે. તંત્ર મંત્ર અને અંધ વિશ્વાસની આડમાં આ બાળકીની હત્યા તેના મામા અને મામીએ કરી હતી.
દેવરિયાના એસપી સંકલ્પ શર્માના જણાવ્યા અનુસાર, 27 નવેમ્બરની સવારે એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ બાળકીની ઓળખ ભટનીના ભરે ચૌરાહાના રહેવાસી અવધેશ યાદવની 12 વર્ષની પુત્રી તરીકે થઈ છે. લગ્નમાં ઉત્તરાખંડથી અવધેશ અને પત્ની સવિતા પણ આવ્યાં હતા. આ કપલનો છોકરો માનસિક રીતે અસ્થિર હતો અને તેથી અંધવિશ્વાસમાં આવી જઈને તેણે ભાણીનું ગળું કાપી નાખ્યું હતું.
આરોપી દંપતીએ પોલીસ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે જ્યારે પરિવારના તમામ સભ્યો લગ્નના કાર્યક્રમમાં વ્યસ્ત હતા. આ સમય દરમિયાન પીડિતાને એકબાજુ લઈને જઈને ગળું કાપ્યું હતું. ઘટના બાદ આરોપીએ બાળકીના મૃતદેહને શાલમાં લપેટીને ઘરથી થોડે દૂર ફેંકી દીધો હતો. બીજા દિવસે બાળકીનો મૃતદેહ મળી આવતાં પોલીસે કેસની તપાસ શરૂૂ કરી હતી.
નવરાત્રિ દરમિયાન આરોપી અવધેશની પત્ની સવિતાના સપનામાં માતા દેવી આવી હતી. સવિતાએ જણાવ્યું કે તેનો પુત્ર 22 વર્ષનો છે અને પાગલ છે. સ્વપ્નમાં, માતા દેવીએ આદેશ આપ્યો હતો કે જો કોઈ કુંવારી ક્ધયાનો ભોગ આપવામાં આવે તો તેનો પુત્ર સાજો થઈ જશે. આ પછી આરોપી શેષનાથે યુટ્યુબ પર માતાના બલિદાનનો મંત્ર શીખ્યો અને જ્યારે તે આ લગ્ન માટે ભટની પહોંચ્યો ત્યારે આ છોકરીને અહીં જોઈને તેણે તેની બલિ ચઢાવવાની યોજના બનાવી.