મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો, સપ્તાહમાં 1.23 લાખથી વધુ ઘરો ફેંદાયા

લાપરવાહ આસામીઓ સામે તવાઈ: 332 રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને નોટિસ, રૂા. 42,700નો દંડ વસૂલાયો શહેરમાં ઋતુજન્ય ફેરફારો વચ્ચે વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો માથું ન ઊંચકે…

લાપરવાહ આસામીઓ સામે તવાઈ: 332 રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને નોટિસ, રૂા. 42,700નો દંડ વસૂલાયો

શહેરમાં ઋતુજન્ય ફેરફારો વચ્ચે વાહકજન્ય અને પાણીજન્ય રોગચાળો માથું ન ઊંચકે તે માટે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા જોખમી રોગોના નાથવા માટે મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા સમગ્ર શહેરમાં સર્વેલન્સ, પોરાનાશક દવાનો છંટકાવ અને ફોગિંગ સહિતનું સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તા. 29 ઓક્ટોબરથી તા. 04 નવેમ્બર સુધીના માત્ર એક જ અઠવાડિયા દરમિયાન આરોગ્ય શાખાની ટીમો દ્વારા 1,23,104 ઘરોમાં રૂૂબરૂૂ જઈને પોરાનાશક (એન્ટી-લાર્વા) કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, ડેન્ગ્યુ ફેલાવતો ‘એડીસ’ મચ્છર દિવસે જ કરડે છે અને એકસાથે વધુ લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા ધરાવે છે. વળી, તેનું જીવનચક્ર અત્યંત ટૂંકું હોવાથી ચોખ્ખા પાણીના સંગ્રહસ્થાનોમાં તેની વસ્તી ક્ષણભરમાં વધી જાય છે. આ ગંભીર જોખમને ધ્યાને રાખીને ફિલ્ડવર્કર્સ દ્વારા શહેરના 871 ઘરોમાં ઇનડોર ફોગિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જે વિસ્તારોમાં મચ્છરોની ઘનતા વધુ છે ત્યાં વેહિકલ માઉન્ટેડ મોટા ફોગિંગ મશીનો દ્વારા ધુમાડો છોડવામાં આવી રહ્યો છે.

જાહેર માર્ગો, ભીડભાડવાળી સોસાયટીઓ, બગીચાઓ અને માનવ સંસાધન કેન્દ્રોને ફોગિંગ કવરેજ હેઠળ આવરી લેવાયા છે. એટલું જ નહીં, ખુલ્લા પ્લોટ્સ અને અગાસીઓ પર પાણી ભરાવાના સ્થળો શોધવા ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ શરૂૂ કરાયો છે.

મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે બાંધકામ સાઇટ્સ, શાળાઓ, હોસ્પિટલો, હોટેલ્સ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ્સ, ભંગારના ડેલા, સેલર, પાર્ટી પ્લોટ્સ અને સરકારી કચેરીઓ સહિત રહેણાંક સિવાયના કુલ 311 સ્થળોની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન જળસંગ્રહના પાત્રોમાં મચ્છરોના પોરા મળી આવતા તંત્ર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. રહેણાંક વિસ્તારમાં 211 અને કોમર્શિયલ વિસ્તારમાં 121 મળી કુલ 332 આસામીઓને મ્યુનિસિપલ બાયલોઝ હેઠળ નોટિસ ફટકારાઈ. ગંભીર બેદરકારી બદલ 53 આસામીઓ પાસેથી રૂૂ. 42,700નો વહીવટી ચાર્જ સ્થળ પર જ વસૂલ કરવામાં આવ્યો.

દૂષિત પાણીથી ફેલાતા ટાઈફોઈડ, કમળો અને ઝાડા-ઉલટી જેવા રોગોને ડામવા અર્બન હેલ્થ સેન્ટર્સના ફિલ્ડ સ્ટાફ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 2,391 જેટલા રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે.
પીવાના પાણીમાં ક્લોરિનનું પ્રમાણ જળવાઈ રહે તે માટે પાણી પુરવઠા નેટવર્કનું પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *