બાળકી પર 600થી વધુ બળાત્કાર, ગુપ્તભાગમાં દારૂની બોટલ ઘુસાડાઈ

બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયતનો પર્દાફાશ, ખ્રિસ્તી અને શ્ર્વેત બાળકીઓને નિશાન બનાવતા, પોલીસની મિલીભગતનો પણ આક્ષેપ બ્રિટનમાં બાળકીઓ સાથે જાતીય શોષણનો એક એવો ભયાનક મામલો સામે…

બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયતનો પર્દાફાશ, ખ્રિસ્તી અને શ્ર્વેત બાળકીઓને નિશાન બનાવતા, પોલીસની મિલીભગતનો પણ આક્ષેપ

બ્રિટનમાં બાળકીઓ સાથે જાતીય શોષણનો એક એવો ભયાનક મામલો સામે આવ્યો છે, જેને સાંભળીને કોઈનો પણ આત્મા હચમચી જાય. બ્રિટિશ સંસદમાં સાંસદ રુપર્ટ લોએ પાકિસ્તાની મૂળના લોકો દ્વારા ચલાવવામાં આવતી ‘ગ્રૂમિંગ ગેંગ’ નો કાળો ચિઠ્ઠો ખોલી નાખ્યો છે. તેમણે સંસદમાં પીડિત બાળકીઓની એવી ભયાનક જુબાનીઓ વાંચી સંભળાવી, જેમાં સામૂહિક દુષ્કર્મ, નાની ઉંમરે ગર્ભવતી થવું, પ્રાણીઓ દ્વારા અત્યાચાર અને પોલીસની મિલીભગત જેવી હચમચાવી નાખનારી વાતોનો ઉલ્લેખ હતો.

તાજેતરની સરકારી તપાસમાં બહાર આવ્યું છે કે આ એક સંગઠિત કૌભાંડ હતું, જેમાં મોટાભાગે પાકિસ્તાની મૂળના ટેક્સી ડ્રાઈવરો અને બજારના વેપારીઓ સામેલ હતા અને તેઓ શ્વેત તેમજ ખ્રિસ્તી બાળકીઓને ખાસ નિશાન બનાવતા હતા.

સાંસદ રુપર્ટે સંસદમાં જે જુબાનીઓ વાંચી તે અત્યંત ક્રૂર અને દર્દનાક હતી. એક પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર 13 વર્ષની હતી ત્યારે તેનું શારીરિક શોષણ શરૂૂ થયું હતું અને 3 વર્ષના સમયગાળામાં 600 થી 700 જેટલા પુરુષોએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજી એક 12 થી 13 વર્ષની બાળકીએ હૈયું કંપાવી દેતી આપવીતી વર્ણવતા કહ્યું કે, એક હેવાને તેના ગુપ્તાંગમાં દારૂૂની બોટલ નાખીને અંદર જ તોડી નાખી હતી. આશ્ચર્યની વાત એ છે કે એક મહિલાએ તો એવો પણ આરોપ લગાવ્યો છે કે દેશના અલગ-અલગ વિસ્તારોમાં તેના પર કેટલાક પોલીસ અધિકારીઓએ પણ બળાત્કાર કર્યો હતો. આટલું ઓછું હોય તેમ, હોસ્પિટલ પ્રશાસન તરફથી પણ આ પીડિતાઓને કોઈ જ મદદ કે ટેકો મળ્યો નહોતો.

પીડિતાઓની જુબાની પરથી એ પણ સ્પષ્ટ થયું છે કે આ પાકિસ્તાની ગેંગ ખાસ કરીને શ્વેત અને ખ્રિસ્તી છોકરીઓને જ ટાર્ગેટ કરતી હતી. ગુનેગારો સતત એવી ટિપ્પણીઓ કરતા હતા કે શ્વેત કે ખ્રિસ્તી છોકરીઓની કોઈ કિંમત નથી અને તેઓ ઓછા નૈતિક મૂલ્યોવાળી હોય છે. જ્યારે તેની સામે તેઓ મુસ્લિમ છોકરીઓને ઊંચા નૈતિક ધોરણોવાળી અને સન્માનનીય માનતા હતા. એક પીડિતાએ તો એવો પણ દાવો કર્યો કે આ ગેંગનો એક સભ્ય એક મુસ્લિમ ધાર્મિક નેતા (ઇમામ) નો દીકરો હતો.

સાંસદ રુપર્ટ લોએ ગયા વર્ષે આ મામલે ખાનગી તપાસનું નેતૃત્વ કર્યું હતું, જેમાં બ્રિટનના 85 જેટલા વિસ્તારોમાં આવી ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું હતું. આ સિલસિલો દાયકાઓથી ચાલતો હતો અને સરકારી એજન્સીઓએ તેમાં ઘોર બેદરકારી દાખવી હતી. આ કેસના મૂળ રોધરહામ નામના શહેર સાથે જોડાયેલા છે, જ્યાં 2001 ની આસપાસ શ્વેત છોકરીઓ સાથે આવી ઘટનાઓ શરૂૂ થઈ હતી, જે 10 વર્ષ પહેલા પ્રકાશમાં આવી હતી.

ત્યારબાદ રોચડેલ, ઓક્સફોર્ડ, ટેલ્ફોર્ડ અને બ્રિસ્ટોલ જેવા 50 થી વધુ શહેરોમાં આવું જ પેટર્ન જોવા મળ્યું. 1997 થી 2013 વચ્ચે જ બાળકોના અપહરણ અને બળાત્કારના 1,400 કેસ નોંધાયા હતા. આ ગુનાઓની ગંભીરતાને જોતા એપ્રિલ 2023 માં તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે આ ગેંગનો ખાતમો કરવા એક ’ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ ટાસ્કફોર્સ’ની રચના કરી હતી. આ ટાસ્કફોર્સના રિપોર્ટ મુજબ, 2023 માં બાળકો સામે જાતીય ગુનાના 1,15,000 થી વધુ કેસ નોંધાયા હતા, અને આ મામલે 550 થી વધુ શંકાસ્પદોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

પ્રાણીઓ પાસે કરાવ્યા શારીરિક સંબંધો
આ હેવાનોની ક્રૂરતા અહીં જ નહોતી અટકતી. પીડિતાઓ સાથે પ્રાણીઓ કરતાં પણ બદતર વ્યવહાર કરવામાં આવતો હતો. એક પીડિતાએ ચોંકાવનારો ખુલાસો કર્યો કે, “મને યાદ છે એક માણસે વાનનો પાછળનો દરવાજો ખોલ્યો, ત્યારે મેં અંદર 15 થી 20 છોકરીઓને કૂતરાના પાંજરામાં પૂરાયેલી જોઈ હતી.” પીડિતાએ આરોપ લગાવ્યો કે તેની મજાક ઉડાવવામાં આવતી અને કૂતરાઓ પાસે તેના પર બળાત્કાર કરાવવામાં આવતો હતો. ગેંગ દ્વારા છોકરીઓ પર પ્રાણીઓ સાથે શારીરિક સંબંધો બાંધવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *