રોજગાર મેળા અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો કરાયા એનાયત

રાજકોટમાં 40 ટપાલ વિભાગના અને 60 અન્ય વિભાગના ઉમેદવારોને નિમણૂક અપાઇ રોજગાર મેળા અંતર્ગત, માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં…

રાજકોટમાં 40 ટપાલ વિભાગના અને 60 અન્ય વિભાગના ઉમેદવારોને નિમણૂક અપાઇ

રોજગાર મેળા અંતર્ગત, માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 51,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સ્પેશિયલ વીડીયો સંદેશ દ્વારા સંબોધન પણ કર્યું હતું. રોજગાર મેળો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે.

તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને તેમને સશક્ત બનાવશે. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો જેમ કે પોસ્ટ વિભાગ, રેલ્વે મંત્રાલય, ગૃહ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ વગેરેમાં નવી ભરતી દ્વારા ઉમેદવારો કેન્દ્ર સરકારમાં જોડાયા. નવા નિયુક્ત થયેલા ઉમેદવારોને શૠઘઝ કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્યુલ ’કર્મયોગી પ્રારંભ’ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં ’ગમે ત્યાં કોઈપણ ઉપકરણ’ શિક્ષણ માટે 3600 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ નવા નિયુક્ત થયેલા ઉમેદવારોને મજબૂત પાયાની તાલીમ પૂરી પાડશે.

રાજકોટ ખાતે પોસ્ટમાસ્ટર જનરલ ઓફિસ, રાજકોટ રીજીયન, રાજકોટ દ્વારા ડો. એસ શિવરામ, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ, રાજકોટ રીજીયન, રાજકોટના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે કુલ 100 નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાંથી 40 ઉમેદવારો ટપાલ વિભાગના અને 60 ઉમેદવારો અન્ય વિભાગના છે. આ પ્રસંગે, નિમ્નલિખિત નયનાબેન પેઢડીયા, મેયર રાજકોટ પરશોતમભાઈ રૂૂપાલા, માનનીય સાંસદ, લોકસભા રાજકોટ, રામભાઈ મોકરિયા, સાંસદ-રાજ્યસભા, ડો. માધવ દવે, પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, રાજકોટ શહેર, કૌશલકુમાર ચૌબે, એડી. ડીવીઝનલ રેલવે મેનેજર, રાજકોટ મહાનુભાવ/અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નવા ભરતી થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *