સુરતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઇ છે. કાપોદ્રા વિસ્તારના મિલેનિયમ બિલ્ડીંગમાં આવેલી અનોપ જેમ્સ નામના કારખાનામાં ઘટના બની છે.
કપોદ્રામાં પાણી પીધા બાદ 50થી વધુ રત્ન કલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવથી ડાયમંડ કંપનીમાં ભયનો માહોલ છે. સેલ્ફોસ નામની દવાની પડીકી પણ ફિલ્ટર પાસેથી મળી આવી હતી. 50 જેટલા રત્નકલાકાર બેભાન થયા હોવાની વાત સામે આવી છે. કૂલરમાં સેલ્ફોસ નામની વસ્તુ નાખેલું જોવા મળ્યું છે. જેના કારણે રત્નકલાકારો ગભરાયા હતા. જે બાદ સ્વયંભૂ રત્નકલાકારો પોતાનો રિપોર્ટ કરાવવા ભાગ્યા હતા.