રાજકોટ-જેતપુર હાઇવે પર 50થી વધુ હોટલો-ધાબા તોડી પડાયા

નેશનલ હાઇવે ઓથોરિટીની મેગા ડ્રાઇવ, લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણોનો કડૂસલો રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખડકાયેલા હોટલ-ધાબા સહિતના 50 જેટલા કોમર્શિયલ…

નેશનલ હાઇવે ઓથોરિટીની મેગા ડ્રાઇવ, લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદે દબાણોનો કડૂસલો

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે ઉપર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ખડકાયેલા હોટલ-ધાબા સહિતના 50 જેટલા કોમર્શિયલ દબાણો ઉપર આજે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બુલ્ડોઝરો ફેરવી દેવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં નેશનલ હાઇવે પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આખરે લાલ આંખ કરવામાં આવી છે.

તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરીને જેતપુરની ધારેશ્વર ચોકડીથી તત્કાલ ચોકડી સુધીના માર્ગ પરથી 50થી વધુ ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવી દેવામાં આવ્યો છે. તંત્રની આ મેગા ડ્રાઇવથી હાઇવે આસપાસની કરોડો રૂૂપિયાની કિંમતી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, નેશનલ હાઇવે પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દુકાનો, કેબિનો અને અન્ય કાચા-પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા.

આ દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હતી. આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા દબાણકર્તાઓને અગાઉથી જ નોટિસ ફટકારીને દબાણો જાતે દૂર કરી લેવા તાકીદ કરવામાં આવી હતી. જોકે, નોટિસ આપવા છતાં દબાણો હટાવવામાં ન આવતાં આખરે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા હતા.જેતપુરની ધારેશ્વર ચોકડીથી લઈને તત્કાલ ચોકડી સુધીના વિસ્તારમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનો કાફલો બુલડોઝર સાથે ત્રાટક્યો હતો. એક પછી એક એમ કુલ 50 જેટલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવીને હાઇવેની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *