રાજકોટ શહેર – જિલ્લા નાગરિક પુરવઠા અને સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણની વિગતો તેમજ વિભાગની વિવિધ કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ‘વન નેશન વન રેશન’ કાર્ડ યોજના હેઠળ વર્ષ 2024માં નવેમ્બર માસ સુધીમાં કુલ 23,729 લાભાર્થીઓએ લાભ લીધો છે. રાજકોટ જિલ્લામાં હાલ 713 વ્યાજબી ભાવની દુકાનો છે. જ્યારે 3,26,135 રેશનકાર્ડ નોંધાયેલા છે. જેમાં 13,29,460 જન સંખ્યાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, રાજકોટના ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, નિવાસી અધિક કલેકટર એ. કે. ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી રાજશ્રી વંગવાણી, રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા તેમજ અન્ય વિભાગના અધિકારીઓ, સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.