મોરબી મહાપાલિકાની 15 સમિતિના સુકાનીઓ નિમાયા

મોરબી મહાનગરપાલિકાની બાંધકામ સમિતિ, સેનિટેશન સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ, આરોગ્ય-લાઈટીંગ, વોટર વર્કસ સમિતિ, કાયદો અને નિયમોની સમિતિ, માર્કેટ સમિતિ, પ્લાનિંગ, ડ્રેનેજ અને બાગ બગીચા સહિતની…

મોરબી મહાનગરપાલિકાની બાંધકામ સમિતિ, સેનિટેશન સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ, આરોગ્ય-લાઈટીંગ, વોટર વર્કસ સમિતિ, કાયદો અને નિયમોની સમિતિ, માર્કેટ સમિતિ, પ્લાનિંગ, ડ્રેનેજ અને બાગ બગીચા સહિતની 15 સમિતિની રચના કરીને ચેરમેન, વાઈસ ચેરમેન અને સભ્યોની નિમણુક કરવામાં આવી હતી.
મોરબીમાં ખુબ ગાજેલા ભંગાર ચોરી મામલે કમિશ્નરે કર્મચારીને નોટીસ આપી હતી જે જવાબ આપ્યો તે અમાન્ય રાખ્યો છે અને ઋઈંછ દાખલ કરવા ચીફ ઓડીટરને તપાસ સોપવામાં આવી છે નિયમો અનુસાર ફરિયાદ સહિતની કાર્યવાહી કરવામાં આવશે તો મહાપાલિકાના ગાર્બેજ કલેક્શન એજન્સી દ્વારા બાળ મજુરી મામલે જણાવ્યું હતું કે શ્રમ અધિકારીએ બાળ મજુરી અંગે પોલીસ ફરિયાદ કરી છે તેમની પાસે સત્તા છે અમારા ધ્યાને આવશે તો તેમને રીફર કરશું તેમજ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવા અહેવાલ કરાશે તો પગલા લેવામાં આવશે બાળ મજુરી ક્યારેય સાંખી લેવાય નહિ અને એજન્સીઓને પણ નિયમોનું પાલન કરવાનું રહેશે.

મોરબી મહાનગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રવિન્દ્ર ધનજીભાઈ સનાવડા અને વાઈસ ચેરમેન તરીકે વિણાબેન માવજીભાઈ કણઝારીયા, સેનિટેશન સમિતિ ચેરમેન તરીકે મેઘરાજસિંહ મહિપતસિંહ ઝાલા અને વા. ચેરમેન તરીકે હિરેનભાઈ પરબતભાઈ કરોતરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન તરીકે મનસુખભાઈ મુળજીભાઈ સારેસા અને વા.ચેરમેન તરીકે નુતનબેન હરસુખભાઈ વિડજા, આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે પુષ્પાબેન જીગરભાઈ વાળા અને વા.ચેરમેન તરીકે શીતલબેન સાગરભાઈ વઘાડીયા, લાઈટીંગ સમિતિ ચેરમેન જયદીપ પ્રશાંતભાઈ મહેતા અને વા. ચેરમેન જ્યોત્સનાબેન સવજીભાઈ ભીમાણીની વરણી કરવામાં આવી છે.

વોટર વર્કસ સમિતિના ચેરમેન રાજેશભાઈ કાનજીભાઈ ડાભી અને વા. ચેરમેન નિરૂપાબેન નીલેશભાઈ કાલરીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન તરીકે પુનમબેન જીતેન્દ્રભાઈ અગેચણીયા અને વા. ચેરમેન ભારતીબેન ચુનીલાલ પરમાર, માર્કેટ સમિતિ ચેરમેન ભાવિન ગીરીશભાઈ ઘેલાણી અને વા. ચેરમેન જયેશભાઈ મહેશભાઈ અગેચણીયા, હાઉસિંગ ઈમ્પૃવ્મેન્ટ અને ક્લીયરન્સ સમિતિ ચેરમેન તરીકે બ્રિજેશભાઈ આપાભાઈ કુંભારવાડિયા અને વા. ચેરમેન જશવંતીબેન પ્રવીણભાઈ સોનગ્રા, પ્લાનિંગ સમિતિ ચેરમેન રીષીપભાઈ નારણભાઈ કૈલા અને વા. ચેરમેન કેયુરભાઈ નરેન્દ્રભાઈ પંડ્યા, ડ્રેનેજ સમિતિ ચેરેન નવનીતભાઈ ભુદરભાઈ કુંડારિયા અને વા. ચેરમેન વિવેક રમેશભાઈ ગોલતર, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન અલ્પાબેન રોહિતભાઈ કણઝારીયા અને વા. ચેરમેન સોનલબેન પ્રફુલભાઈ બવારવાની વરણી કરવામાં આવી છે.

તેમજ શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દલ સમિતિ ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ રમણીકભાઈ સવસાણી અને વા. ચેરમેન તરીકે રમાબેન પરેશભાઈ રૂપાલા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિ ચેરમેન તરીકે ભગીરથભાઈ મનસુખભાઈ બરાસરા અને વા. ચેરમેન તરીકે મમતાબેન ધીરેન્દ્રભાઈ ઠાકર અને એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિ ચેરમેન તરીકે રમાબેન કેતનભાઈ બોપલીયા અને વા. ચેરમેન તરીકે અશ્વીનીબેન અશ્વિનભાઈ પાટડીયાની વરણી કરવામાં આવી છે તેમજ દરેક સમિતિમાં નિયમોનુસાર સભ્યોની પણ નિમણુક કરવામાં આવી છે.

અધિનિયમનું અગડમ બગડમ અને મેયરનું જવાબ આપવામાં ગેંગેફેંફે
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ નાગરિકોને સુવિધાઓ મળશે તેવો આશાવાદ જાગ્યો હતો અને સવા વર્ષના અધિકારી શાસન બાદ ચુંટણી યોજાઈ અને મોરબીની પ્રજાએ તમામ 52 બેઠકો ભાજપને આપી હતી અને મોરબીને યુવા મેયર આપવામાં આવ્યા હતા જે ચાર દિન કી ચાંદની સમાન સાબિત થયા છે યુવા મેયરની ઉમર નાની હોવાથી અનુભવની કમી તો સ્વાભાવિક છે સાથે જ કોઈ નિયમોની પણ જાણકારી નથી અને પત્રકારોને જવાબ આપવામાં ગેંગેફેફે થઇ ગયા હતાં. મોરબી મહાનગરપાલિકાની ગઈકાલે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સામાન્ય સભામાં પત્રકારોને પણ જવાનું રહેતું હોય છે વિવિધ સમાચાર માધ્યમોના પત્રકારો પણ સામાન્ય સભાના કવરેજ માટે ઉપસ્થિત હતા જોકે ભાજપ પાસે તમામ 52 બેઠકો હોવાથી બંધ બારણે સામાન્ય સભા યોજવી હોવાથી પત્રકારોને સામાન્ય સભામાં બેસવા દેવામાં આવ્યા ના હતા અને બંધ બારણે બધી ચર્ચા કરી લેવામાં આવી હતી અને એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી એક તરફ ભાજપ શાસિત મહાપાલિકામાં પત્રકારોને બેસવા માટે જગ્યા નથી તો બીજી તરફ ચૂંટાયેલા મહિલા કોર્પોરેટરના પતિદેવો બિરાજમાન થયેલા જોવા મળ્યા હતા ભાજપ શાસિત મહાપાલિકામાં પત્રકારોને કવરેજ કેમ કરવા દેવામાં આવતું નથી ? શું ભ્રષ્ટાચાર છૂપાવવો છે? શું તમામ 52 બેઠકો જીત્યા હોવાથી ભાજપને ઘમંડ છે કે કોઈને જવાબ આપવાનો નથી અને મનમરજીથી શાસન ચલાવવાનું છે તેવા સવાલો ઉઠી રહ્યા છે મોરબીમાં સામાન્ય જેવા વરસાદમાં સ્થિતિ કાબુ બહાર જતી રહી હતી તો આજે સામાન્ય સભામાં પત્રકારોને બહાર કાઢવા મામલે મેયર જવાબ આપી શકયા ના હતા અને કમિશ્નર પર તમામ જવાબદારી ઢોળી નાખવાની પેરવી કરવામાં આવી હતી મેયરની કોઈ જવાબદારી જ ના હોય તેમ કમિશ્નરને પત્રકારો અને કેમેરા સામે જવાબ આપવા આગ્રહ કર્યો હતો પરંતું મેયરને અધિનિયમો અંગે પૂછતાં નવી મહાપાલિકા હોવાથી રાજકોટ મનપાના અધિનિયમો અપનાવ્યનું જણાવ્યું હતું જોકે અધિનિયમ શું છે તેનો જવાબ મેયર પાસે ના હતો અને પત્રકારોના સવાલોથી આખરે ગભરાઈ જઈને મેયર ચાલતા થયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *