ગીરગઢડાના બેડિયામાં ખાટલા નીચે 8 ફૂટનો મગર, ઉપર મહિલા નિરાંતે સૂતી રહી

ગીરગઢડા તાલુકાના બેડીયા ગામમાં રાત્રે એક રોમાંચક અને ચોંકાવનારી ઘટના સામે આવીહતી.જંગલવિસ્તાર નજીક આવેલા બેડીયા ગામમાં વન્યપ્રાણીઓની અવર જવર સામાન્ય છે, ત્યારે મોડી રાત્રે એક…

ગીરગઢડા તાલુકાના બેડીયા ગામમાં રાત્રે એક રોમાંચક અને ચોંકાવનારી ઘટના સામે આવીહતી.જંગલવિસ્તાર નજીક આવેલા બેડીયા ગામમાં વન્યપ્રાણીઓની અવર જવર સામાન્ય છે, ત્યારે મોડી રાત્રે એક મહાકાય મગર ઘરની ઓસરીમાં ઘૂસી આવ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે મગર જે ખાટલા નીચે છુપાયો હતો, એ જ ખાટલા પર મહિલા આખી રાત નિરાંતે સૂતી રહી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ બેડીયા ગામના ખાંભા રોડ પર રહેતા લાખાભાઈ વાણિયાના ઘરે આ ઘટના બની હતી. તેમના ઘરની ઓસરીમાં સાજીબેન ખાટલા પર સૂતા હતા. દરમિયાન અંદાજે 8 ફૂટ લાંબો મહાકાય મગર ઘરમાં આવી ચડ્યો હતો અને સાજીબેન જે ખાટલા પર સૂતાહતાતેનીનીચે જ સંતાઈ ગયો હતો.રાત્રી દરમિયાન મગર દ્વારા કોઈ હલચલ કે નુકસાન કરવામાં આવ્યું ન હોવાથી પરિવારને આ અંગેની કોઈ જાણ થઈ નહોતી. વહેલી સવારે સાજીબેનની આંખ ખુલતાં તેઓ ખાટલા પરથી નીચે પગ મૂકવા જતા હતા, ત્યારે અચાનકતેમની નજર મગર પર પડી હતી. ખાટલા નીચે મહાકાય મગર ને જોતાં જ સાજીબેનના મોઢામાંથીભયનીચીસનીકળી હતી.
સાજીબેનની ચીસ સાંભળી ઓસરીમાં બીજા ખાટલા પર સૂતા તેમના પતિ પણ જાગી ગયા હતા. તેમણે પણ ખાટલા નીચે મગરને જોતાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક વનવિભાગને જાણ કરવા માં આવી હતી.

ઘરમાં મગર ઘૂસી આવ્યો હોવાની વાત ગામમાં ફેલાતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો લાખાભાઈ વાણિયાના ઘરે ઉમટી પડ્યા હતા. મગર પણ ત્યાં સુધી ખાટલાનીચે જ બેસી રહ્યો હતો. વનવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ અંદાજે 8 ફૂટ લાંબા મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *