મોરબી સિરામીક ઉદ્યોગની જીએસટી અને ગેસ વેટ ઘટાડાની માંગ ન સ્વિકારાઇ

કેન્દ્ર સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવેલ વર્ષ 2026-27 ના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો થવાનો નથી તો પણ આ બજેટને સિરામિક ઉદ્યોગકારો સહિતના…

કેન્દ્ર સરકાર દ્વારા રીલીઝ કરવામાં આવેલ વર્ષ 2026-27 ના બજેટથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધો કોઈ ફાયદો થવાનો નથી તો પણ આ બજેટને સિરામિક ઉદ્યોગકારો સહિતના આવકારી રહ્યા છે કેમ કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ મકાન બનાવવાની જાહેરાત કરવામાં આવેલ છે. તેનો સીધો નહીં પરંતુ આડકતરો ફાયદો મોરબીના સિરામિક ઉદ્યોગને થશે. તેવું મોરબી સિરામિક એસો.ના પ્રમુખ જણાવી રહ્યા છે.

કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમન દ્વારા આજે જે બજેટને સાંસદ ભવનમાં રજુ કરવામાં આવ્યું છે તે સામાન્ય લોકો તેમજ ખેડૂતો માટે લાભકારક હોવાનું તેમજ અર્થતંત્રને દોડતું કરે તેવું બજેટ છે જો કે, મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે ત્યારે આ બજેટ સિરામિક ઉદ્યોગ માટે કેવું રહેશે તે જાણવાનો પ્રયાસ કરતા મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઇ એરવાડીયાએ જણાવ્યુ હતું કે, મોરબીનો સિરામિક ઉદ્યોગ વૈશ્વિક ફલક ઉપર પથરાયેલો છે અને વર્ષે કરોડ રૂૂપિયાનું ટર્નઓવર થાય છે જો કે, સીરામીક પ્રોડક્ટ ઉપર 18 ટકા જીએસટી લાગે છે તેને ઘટાડવામાં આવે તેવી માંગ કરી હતી તે સંતોષવામાં આવેલ નથી અને તેના ઉપર 6 ટકા વેટ લાગે છે.

જો કે, નેચરલ ગેસને જીએસટીમાં સમાવવામાં આવે તેવી માંગ કરી હતી તેને પણ ધ્યાને લેવામાં આવેલ નથી જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો નથી જો કે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2 કરોડ જેટલા મકાન બનાવવાની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં ટાઇલ્સ અને સેનેટરી મોરબીના સિરામિક ઉદ્યોગની વપરાશે જેથી ઉદ્યોગકારોને ફાયદો થશે અને ખાસ કરીને એમ એસ એમ ઇ માટે 10 હજાર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે જેનાથી મોરબીના ઉદ્યોગકારોને ફાયદો થશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેનાથી મોરબીના સિરામિક ઉદ્યોગને આડકતરી રીતે ફાયદો થશે તેવું સિરામિક એસો.ના પ્રમુખ જણાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *