રાજકોટ ગ્રામ્ય પંથકની પરિણીતાને બેંકનું ફોર્મ ભરવા બોલાવી દુષ્કર્મ આચારવાના ગુનામાં અદાલતે આરોપીને આજીવન કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારની યુવતીને ગત તા. 1-7-2023 નારોજ જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકા નામના શખ્સ બેંકનું ફોર્મ ભરવાનું કહી તેણીનું બાવડું પકડી તેના ઘરમાં લઈ જઈ ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે આરોપી જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા આરોપીને જેલ હવાલે કર્યો હતો. આરોપી વિરુદ્ધ ગુનાને લગતો પૂરતો પુરાવો મળી આવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું.
જે કેસની સુનાવણી કોર્ટમાં ચાલવા પર આવતા જેમાં પુરાવો શરૂૂ થતા પ્રોસીક્યુશન દ્વારા આ કેસના મુખ્ય સાહેદ ફરીયાદી યુવતીની કોર્ટમાં સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલી અને તેઓએ તેમની જુબાનીમાં તેણીની ઉપર આરોપીએ જબરજસ્તી પૂર્વક દુષ્કર્મ કરેલ હોવાની હકીકત સોગંદ ઉપર જણાવેલી તેમજ બનાવ અંગેની વિસ્તૃત હકીકત કોર્ટમાં સોગંદ ઉપર જણાવેલી તેમજ આ કેસમાં પ્રોસીક્યુશન દ્વારા ડોક્ટર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને તપાસ કરનાર પોલીસ અધિકારીની જુબાની લેવામાં આવી હતી. સ્તાવેજી પુરાવા લીસ્ટ રજૂ રાખવામાં આવેલું જેમાં ફરિયાદ પંચનામાં તથા મેડિકલ સર્ટિફિકેટ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન વિગેરે દસ્તાવેજી પુરાવો કોર્ટમાં રજૂ રાખવામાં આવેલા હતા. બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા વિસ્તૃત દલીલ કરવામાં આવી હતી. જેમાં આરોપીએ ફરિયાદી યુવતીને બેંકનું ફોર્મ ભરવાના બહાને તેણીનું બાવળું પકડી રૂૂમમાં લઈ જઈ ધમકી આપી દુષ્કર્મ આચરેલ છે.
દુષ્કર્મમાં સદમાંથી યુવતીને ખૂબજ આઘાત લાગી આવતા તેણીએ આત્મહત્યા કરવા માટે પગલું ભરેલું અને તેણીનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ડાઈંગ ડેકલેરેશનમા યુવતીએ દુષ્કર્મ અંગેની સીઆરપીસી કલમ 164ના નિવેદનમાં પણ તેણીની ઉપર આરોપીએ કરેલ દુષ્કર્મ અંગેની હકીકત જણાવેલી તેમજ સરકારી વકીલ દ્વારા વિસ્તૃત દલીલ કરવામાં આવેલી કે આવા દુષ્કર્મ જેવા ગુનામાં પુરાવાના કાયદા મુજબ કોઈ સ્ત્રી કોર્ટમાં સોગંદ ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની હકીકત જણાવતા હોય તો તે હકીકત માનવી જોઈએ તેવી દલીલ કરવામાં આવેલી આમ કોર્ટ દ્વારા સોગંદ ઉપર જુબાનીથી તથા દસ્તાવેજી પુરાવા લીસ્ટ અને સરકાર તરફે સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલને ધ્યાને લઈ સેશન્સ જજ ટી.એસ. બ્રહ્મભટ્ટે આરોપી જીગર ઉર્ફે જીગો પરબતભાઈ ભાદરકાને તકસીરવાન ઠરાવી આજીવન સખત કેદની સજા અને રૂૂ.50 હજાર રૂૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.
