વિક્રમ સંવત 2081માં ચોમાસું 14 આની રહેવાનો વર્તારો

સૌરાષ્ટ્રમાં 22 જુનથી આદ્રા નક્ષત્ર બેસવાથી ચોમાસાની થશે શરૂઆત : 80થી 100 ટકા વરસાદ થશે વિક્રમ સંવત 2081 ઇ.સ 2025 ના વરસાદનુ ભવિષ્ય 80 ટકા…

સૌરાષ્ટ્રમાં 22 જુનથી આદ્રા નક્ષત્ર બેસવાથી ચોમાસાની થશે શરૂઆત : 80થી 100 ટકા વરસાદ થશે

વિક્રમ સંવત 2081 ઇ.સ 2025 ના વરસાદનુ ભવિષ્ય 80 ટકા થી 100 ટકા વચ્ચે વરસાદની આસા રાખી શકાય.

આપણા ભારતમા મોટા ભાગે જુન મહિનાનાં પહેલા અઠવાડીયામા વરસાદની શરૂઆત થઇ જાય છે.
ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 22 જુને આદ્રા નક્ષત્ર બેસવાની સાથે ચોમાસાની શરૂઆત થઇ છે.
પંચાગ પ્રમાણે આ વર્ષે સંવત્સરનો સ્વામી શની ગ્રહ છે રોગચારો વધે વરસાદ મધ્યમ રહે ખાસ કરીને નીલ નામનો મેઘ છે આથી કયાક વધારે પડતો અને કયાક ઓછો વરસાદ થાય.આ વર્ષે મેઘનો નિવાસ ધોબીનાં ઘરે હોવાથી વરસાદ સારો થવાની આસા રાખી શકાય.

નક્ષત્ર પ્રમાણે વરસાદની વિગત (1) તા. 8.6.25 થી 26.6.25 સુધી સૂર્ય મૃતશીર્ષ નક્ષત્ર મા વાહન શિયાળ છુટો છવાયો વરસાદ થાય બફારો વધે.

(2) તા. 22.6.25 થી 5.7.25 સુધી સુર્ય આદ્રા નક્ષત્રમા વાહન ઉંદર સામાન્ય વરસાદ થાય પવનનુ જોર રહે.

(3) તા. 6.7.25 થી 19.7.25 સુર્ય પુનવસુ નક્ષત્રમા વાહન અશ્ર્વનુ વરસાદ સામાન્ય રહે બફારો વધે.

(4) તા. 20.7.25 થી 2.8.25 સુર્ય પુષ્ય નક્ષત્રમા વાહન મોર વરસાદ સારો થાય.

(5) તા. 3.8.25 થી 16.8.25 સુર્ય આશ્ર્લેષા નક્ષત્રમા વાહન ગધેડુ આશ્ર્લેષા નક્ષત્રને ઝેરી નક્ષત્ર કહેવામા આવે છે આમ આ નક્ષત્રમા જો વરસાદ પડે તો એકી સાથે આખા નક્ષત્ર દરમ્યાન પડે જો નો પડે તો સાવ નો પડે.

(6) તા. 17.8.25 થી 30.8.25 સુર્ય મઘા નક્ષત્રમા વાહન દેડકો બધી જગ્યાએ સારો વરસાદ થાય.

(7) તા. 31.8.25 થી 13.9.25 સુર્ય પુર્વા ફાલ્ગુની નક્ષત્રમા વાહન ભેસનુ વરસાદ સારો થાય.

(8) તા. 14.9.25 થી 27.9.25 સુર્ય ઉતરા ફાલ્ગુની નક્ષત્રમા વાહન શિયાળ છુટો છવાયો વરસાદ થાય.

(9) 28.9.25 થી 10.10.25 સુર્ય હસ્ત નક્ષત્રમા વાહન મોરનુ સુર્ય હસ્ત નક્ષત્રમા હોવાથી હાથીયો પણ કરેવામા આવે છે આ સમય દરમ્યાન પણ સારા વરસાદની આસા રાખી શકાય.

(10) તા. 11.10.25 થી 23.10.25 સુર્ય ચિત્ર નક્ષત્રમા વાહન હાથી મધ્યમ વરસાદના યોગ ખરા.

(11) તા. 24.10.25 થી 6.11.25 સુર્ય સ્વાતી નક્ષત્રમા વાહન દેડકો દરીયામા વરસાદ થાય કયાક ઝાપટા વરસી શકે છે.
ખાસ કરીને આ વર્ષે વરસાદનુ ગણીત જોતા સંવત્સરનો સ્વામી શની છ
ે જે વરસાદ મધ્યમ થવા દયે પરંતુ પંચાગ પ્રમાણે મેઘનો નિવાસ ધોબીનાં ઘરે હોતા સારા વરસાદની આસા રાખી શકાય.

14 આની એટલે કે 80 ટકા થી 100 ટકા સુધી વરસાદ થવાની આસા રાખી શકાય.
શાસ્ત્રી રાજદીપ જોષી
(વેદાંત રત્ન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *