એશિયન પેશ ગેમ્સમાં મોના અગ્રવાલે ગોલ્ડ, અવની લેખરાએ સિલ્વર જીત્યો

રાઇફલ શૂટિંગમાં સહી નિશાન સાથે બંન્ને 2028ના ઓલિમ્પિકસ માટે કવોલિફાય એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મહિલાઓની 10 મીટર…

રાઇફલ શૂટિંગમાં સહી નિશાન સાથે બંન્ને 2028ના ઓલિમ્પિકસ માટે કવોલિફાય

એશિયન પેરા ગેમ્સ 2026 માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં મોના અગ્રવાલે જબરદસ્ત વાપસી કરતા ગોલ્ડ મેડલ જીત્યો.

મોનાએ ફાઇનલમાં 250 નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય શૂટર મોના અગ્રવાલ અને અવની લેખરાએ પેરા એશિયન ગેમ્સમાં ભારતને પહેલા દિવસે સોમવારે 2 મેડલ અપાવ્યા. R2 વિમેન્સ 10 મીટર રાઇફલ શૂટિંગની SH1 કેટેગરીમાં મોનાએ ગોલ્ડ અને અવનીએ સિલ્વર જીત્યો. SH1 કેટેગરીમાં શરીરના નીચેના અંગોમાં દિવ્યાંગતા ધરાવતા શૂટર્સ ભાગ લે છે.

આ પહેલા મોના અગ્રવાલ ક્વોલિફિકેશન રાઉન્ડમાં પણ ટોપ પર રહી હતી. તેણે ક્વોલિફિકેશનમાં 629.1 નો સ્કોર કરીને એશિયન પેરા ગેમ્સ રેકોર્ડ બનાવી દીધો હતો. ત્યાં જ ક્વોલિફિકેશનમાં અવની લેખરા બીજા સ્થાને રહી હતી. ભારતીય શૂટર્સે ક્વોલિફિકેશનવાળું પ્રદર્શન ફાઇનલમાં પણ દોહરાવ્યું અને ગોલ્ડની સાથે સાથે સિલ્વર મેડલ પણ પોતાના નામે કર્યો.

મોના અગ્રવાલ માટે આ ગોલ્ડ મેડલ ઐતિહાસિક છે, કારણ કે સ્ટેજ 2 સીરીઝ 2 પછી તે પાંચમા સ્થાને ચાલી રહી હતી. ત્યાં જ અવની લેખરા શરૂૂઆતથી જ સરસ લયમાં ચાલી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક શૂટ્સમાં મોના અગ્રવાલે અવિશ્વસનીય પ્રદર્શન કરતા 250 નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીતી લીધો. મોના અને અવની, બંનેએ 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *