મોદી-ટ્રમ્પની દોસ્તી ખતમ, બંન્ને દેશોના સંબંધો તળિયે: જોમ બોલ્ટન

ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ઊંડી વ્યક્તિગત…

ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ઊંડી વ્યક્તિગત મિત્રતા હવે સમાપ્ત થઈ ગઈ છે.
બોલ્ટને ચેતવણી આપી છે કે ટ્રમ્પ સાથે સારા સંબંધો વિશ્વના નેતાઓને તેમની નીતિઓના ખરાબ પ્રભાવથી બચાવી શકતા નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો છેલ્લા બે દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. ટ્રમ્પની ટેરિફ નીતિ અને તેમના વહીવટીતંત્રની ભારત સામેની સતત ટીકાએ આ સંબંધને વધુ નબળો પાડ્યો છે.

બ્રિટિશ મીડિયા પોર્ટલ LBCને આપેલા ઇન્ટરવ્યુમાં બોલ્ટને કહ્યું હતું કે ટ્રમ્પ આંતરરાષ્ટ્રીય સંબંધોને ફક્ત નેતાઓ સાથેની તેમની વ્યક્તિગત મિત્રતાના પ્રિઝમ દ્વારા જ જુએ છે.

ઉદાહરણ તરીકે, જો તેમની વ્લાદિમીર પુતિન સાથે સારી મિત્રતા હોય, તો તેઓ ધારે છે કે અમેરિકા અને રશિયાના સંબંધો પણ સારા છે. પરંતુ વાસ્તવિકતા અલગ છે. ભારત સાથે પણ એવું જ બન્યું. ટ્રમ્પ અને મોદીની મિત્રતા પહેલા મજબૂત હતી, પરંતુ હવે તે સમાપ્ત થઈ ગઈ છે.

બોલ્ટને કહ્યું કે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓએ ભારત-અમેરિકા સંબંધોને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે. ખાસ કરીને, રશિયન તેલ ખરીદવા માટે ભારત સામે લાદવામાં આવેલા ટેરિફથી નવી દિલ્હી રશિયા અને ચીનની નજીક આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *