કચ્છમાં ધારાસભ્ય અને કાર્યકરો ચાલુ સભાએ બાખડયા

  સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી…

 

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા શિક્ષણ નીતિમાં ફેરફાર લાવીને અમલી બનાવેલી ‘ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી’ અંતર્ગત વર્ષની બીજી પરીક્ષાના કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે. 15મી મેથી આ પરીક્ષાનો પ્રારંભ થશે, જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ટ નથી અથવા જેમને પરિણામ સુધારવું છે તેમને ફરી એકવાર પોતાની ક્ષમતા પુરવાર કરવાની તક મળશે. મહત્ત્વનું છે કે, વધુમાં વધુ ત્રણ વિષયમાં પરિણામ સુધારવાની તક અપાશે. આ સિવાય કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં આવતાં હોય તેમને પણ આ પરીક્ષા આપવાની તક મળશે.સેન્ટ્રલ બોર્ડ દ્વારા અગાઉ લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં 15મી એપ્રિલે જાહેર કરાયું હતું. આ પરીક્ષામાં સમગ્ર દેશમાંથી 24.71 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે પૈકી 23.16 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેની સામે 1,55,769 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

ગુજરાતમાંથી 45,107 વિદ્યાર્થીઓએ સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 43,576 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આમ, ગુજરાતમાં અંદાજે 1531 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. સેન્ટ્રલ બોર્ડ દ્વારા ગત જૂન 2025માં જ ધો.10માં ટુ બોર્ડ એક્ઝામિનેશન પોલિસી જાહેર કરી દેવામાં આવી હતી. જેના અનુસંધાનમાં બોર્ડ દ્વારા બીજા તબક્કાની એટલે કે બીજી વખત લેવાનારી ધો.10ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ કે, બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું તેની સાથે જ બીજા દિવસથી 16મી એપ્રિલથી બીજા તબક્કાની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂૂ કરી દેવાઈ હતી.

તા.22મીના રોજ ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ ચુકી છે. જેની સાથે જ બોર્ડ દ્વારા બીજા તબક્કાની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. બોર્ડ દ્વારા બીજા તબક્કાની પરીક્ષા માટે જાહેર કરાયેલા નિયમ પ્રમાણે પહેલા તબક્કાની પરીક્ષાના પરિણામમાં વધુમાં વધુ ત્રણ વિષયમાં વિદ્યાર્થીઓને પરિણામ સુધારવાની તક આપવામાં આવશે. અગાઉ લેવાયેલી પરીક્ષામાં કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને પણ પરીક્ષા આપવાની મંજૂરી આપવામાં આવી છે. આમ, 15મી મેથી વિદ્યાર્થીઓ પરિણામ સુધારવા માટે નવેસરથી વધુમાં વધુ ત્રણ વિષયમાં ફરીવાર પરીક્ષા આપી શકશે. આ સાથે જ મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓએ સ્ડાન્ડર્ડ ગણિત રાખ્યુ હોય તેઓ બીજા તબક્કાની પરીક્ષામાં બેઝિક ગણિતની પસંદગી કરી શકશે.

મતદાન પૂર્વેના આખરી કલાકોમાં આંતરિક અસંતોષ વિકરાળ બન્યો
સ્થાનિક સ્તરે રજૂઆતોનો અંત ન આવતા કાર્યકરોમાં વ્યાપેલો અસંતોષ જો આગામી સમયમાં શાંત કરવામાં નહીં આવે, તો તેની અસર આગામી પરિણામો પર પડી શકે તેવી શક્યતાઓ રાજકીય વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં તો વિથોણ ગામની આ ઘટના આખા કચ્છ જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. જેનો વાયરલ વિડિયો ચર્ચામાં છે. હવે પક્ષના મોવડી મંડળ દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે અને કાર્યકરોની નારાજગી કેવી રીતે દૂર કરવામાં આવે છે, તે જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *