મહાકાય ઉદ્યોગોના વિસ્તાર રાજુલા જાફરાબાદ પંથકમાં બસસેવાના નામે સાવ મીંડુ છે. અહીં ધારાસભ્યે લીલી ઝંડી આપીને શરૂૂ કરાવેલા રૂૂટ જુદા-જુદા બહાનાઓ હેઠળ વિભાગીય નિયામક અને ડેપોમેનેજરે બંધ કરાવી દીધા પછી શરૂૂ થયા જ નથી. આ પંથકમાંથી ભાવનગર, વેરાવળ, પોરબંદર, અમરેલી,જામજોધપુર જવા માટે બસની ફ્રિકવન્સી ઓછી હોવાથી મુસાફરો હેરાન થઈ રહ્યા છે. જ્યારે સામી બાજુ એસટી તંત્ર ઓછા સ્ટાફની કેસેટ વગાડે છે.
રાજુલા પંથકમાંથી બહાર જવા માટે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ લીલીઝંડી દર્શાવીને રૂૂટો શરૂૂ કરાવ્યા હતા. જેમાં સવારે 5 કલાકે રાજુલા ભાવનગર, બપોરે બે કલાકે રાજુલા રાજકોટ, જૂનાગઢ વગેરે રૂૂટો શરૂૂ કરાવ્યા હતા. પરંતુ બીજા જ દિવસથી આ રૂૂટો એસટીએ યેનકેન બહાના બતાવીને બંધ કરી દીધા છે. અહી ડ્રાઈવર નથી, કંડકટર નથી રસ્તો ખરાબ છે એવા બહાના બતાવી દેવામાં આવે છે.
અહીથી સુરત કે મુંબઈ કે જૂનાગઢ જવા માટે એક પણ બસ નથી. રાજુલાથી ભાવનગર જવું હોય તો બપોરે 11થી 2 સુધી કોઈ બસ મળતી નથી, વેરાવળ કે પોરબંદર જવા માટે છે ક 11 વાગ્યે, વેરાવળ કે પોરબંદર જવા બપોરે 3 વાગ્યે એમ લાંબા સમય અંતરે બસ મળે છે. અમરેલી જવા સાંજે 5થી રાતના 8 સુધીમાં એક પણ બસ મળતી નથી. રાજુલા જામજોધપુર રૂૂટની આવક આપતી બસ વર્ષોથી ચાલતી હતી. છતાં આ બસ રૂૂટ બંધ કરી દેવામાં આવ્યો છે.
